________________ દ્વાર ૧૪૪મું - 3 સંજ્ઞાઓ 42 3 દ્વાર ૧૪૪મું- 3 સંજ્ઞાઓ સંજ્ઞા = જ્ઞાન. તે જે પ્રકારે છે - ) ક્ષાયોપથમિકી સંજ્ઞા - જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી થનારી સંજ્ઞા. તેના 3 પ્રકાર છે - (1) દીર્ઘકાલોપદેશિક સંજ્ઞા - જેનાથી ત્રણે કાળની વિચારણા થઈ શકે તે દીર્ઘકાલોપદેશિકી સંજ્ઞા. સંજ્ઞી - મનપર્યાપ્તિથી પર્યાપ્ત ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવ, નારક. અસંજ્ઞી - સંમૂચ્છિમ પંચેન્દ્રિય, વિકસેન્દ્રિય, એકેન્દ્રિય. બધે સંજ્ઞી-અસંજ્ઞી દીર્ઘકાલોપદેશિકી સંજ્ઞાને આશ્રયીને સમજવા. (2) હેતુવાદોપદેશિકીસંજ્ઞા - જેમાં પ્રાયઃ માત્ર વર્તમાનકાલનું જ જ્ઞાન હોય અને જેનાથી ઇષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ થાય તે હેતુવાદોપદેશિકી સંજ્ઞા. સંજ્ઞી-વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય. અસંજ્ઞી-એકેન્દ્રિય. (3) દષ્ટિવાદોપદેશિકીસંજ્ઞા - ક્ષાયોપથમિકશાનમાં રહેલ સમ્યગુ દષ્ટિજીવને જે સંજ્ઞા હોય તે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. સંજ્ઞી-સમ્યદૃષ્ટિ અસંજ્ઞી - મિથ્યાષ્ટિ (i) ઔદયિકીસંજ્ઞા - કર્મના ઉદયથી થનારી સંજ્ઞા. તે જ પ્રકારે છે. તે ૧૪પમા દ્વારમાં કહેવાશે.