________________ 426 દ્વાર ૧૪૬મું - 10 સંજ્ઞાઓ દ્વાર ૧૪૬મું - 10 સંજ્ઞાઓ સંજ્ઞા = વેદનીય-મોહનીય કર્મોના ઉદયથી અને જ્ઞાનાવરણદર્શનાવરણ કર્મોના ક્ષયોપશમથી થનારી વિચિત્ર પ્રકારની આહાર વગેરે પ્રાપ્ત કરવાની ક્રિયા તે સંજ્ઞા. તે 10 પ્રકારે છે. તેમાં જે પ્રકાર ૧૪પમા દ્વારમાં કહ્યા છે. બાકીના 6 પ્રકાર આ પ્રમાણે છે - (5) ક્રોધસંજ્ઞા - ક્રોધમોહનીયકર્મના ઉદયથી ગુસ્સે થઈને કઠોરતાપૂર્વક મુખ, આંખ, દાંત, હોઠ ફરકવા વગેરે રૂપ ક્રિયા તે ક્રોધસંજ્ઞા. (6) માનસંજ્ઞા - માનમોહનીયકર્મના ઉદયથી પોતાની બડાઈ વગેરેના પરિણામરૂપ અહંકાર કરવો તે માનસંજ્ઞા. (7) માયાસંજ્ઞા - માયામોહનીયકર્મના ઉદયથી અશુભ સંક્લેશથી ખોટું બોલવા વગેરેની ક્રિયા તે માયા સંજ્ઞા. (8) લોભસંજ્ઞા - લોભમોહનીયકર્મના ઉદયથી લાલસાથી સચિત્ત અચિત્ત દ્રવ્યોની માંગણી કરવી તે લોભસંજ્ઞા. (9) ઓઘસંજ્ઞા - સ્થાનાંગટીકાનો મત-મતિજ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી થનારી શબ્દ વગેરે વસ્તુ સંબંધી સામાન્ય બોધની ક્રિયા તે ઓળસંજ્ઞા. અર્થાત દર્શનોપયોગ તે ઓ સંજ્ઞા. આચારાંગટીકાનો મત-વેલડીઓના ઊંચે ચડવા વગેરેની અવ્યક્ત ઉપયોગરૂપ સંજ્ઞા તે ઓઘસંજ્ઞા. મતાંતરે જ્ઞાનોપયોગ તે ઓળસંજ્ઞા. (10) લોકસંજ્ઞા - સ્થાનાંગટીકાનો મત - મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી થનારી શબ્દ વગેરે વસ્તુ સંબંધી વિશેષબોધની ક્રિયા તે લોકસંજ્ઞા. અર્થાત જ્ઞાનોપયોગ તે લોકસંજ્ઞા. આચારાંગટીકાનો મત - પોતાની મરજીથી કલ્પેલા લૌકિક આચારરૂપ ક્રિયા તે લોકસંજ્ઞા. મતાંતરે દર્શનોપયોગ તે લોકસંજ્ઞા. બધા જીવોને દસે સંજ્ઞા હોય છે.