________________ 790 દ્વાર ૨૭૬મું સિદ્ધના 31 ગુણો 22) શીતસ્પર્શ રહિત 27) પુરુષવેદ રહિત 23) ઉષ્ણસ્પર્શ રહિત 28) નપુંસકવેદ રહિત 24) સ્નિગ્ધસ્પર્શ રહિત 29) અકાય-કાયા રહિત 25) રૂક્ષસ્પર્શ રહિત 30) અસંગ-સંગ રહિત ર૬) સ્ત્રીવેદ રહિત 31) અરુહ - જન્મ રહિત. આ ૨૭૬મું દ્વાર એ અંતિમમંગલ છે. તેનાથી આ શાસ્ત્રનો શિષ્યપ્રશિષ્ય વગેરે પરંપરામાં અવિચ્છેદ થાય છે. શ્રી જિનચન્દ્રસૂરિજીના શિષ્ય શ્રીઆમ્રદેવસૂરિજીના શિષ્ય શ્રીવિજયસેનસૂરિજીના શિષ્ય શ્રીયશોદેવસૂરિજીના શિષ્ય શ્રી નેમિચન્દ્રસૂરિજીએ પ્રવચનસારોદ્ધાર નામનો આ ગ્રંથ રચ્યો. શ્રીચન્દ્રગચ્છમાં શ્રીઅભયદેવસૂરિજી થયા. ત્યાર પછી ધનેશ્વરસૂરિજી થયા. ત્યાર પછી અજિતસિંહસૂરિજી થયા. ત્યાર પછી વર્ધમાનસૂરિજી થયા. ત્યાર પછી દેવચન્દ્રસૂરિજી થયા. ત્યાર પછી ચન્દ્રપ્રભસૂરિજી થયા. ત્યાર પછી ભદ્રેશ્વરસૂરિજી થયા. ત્યાર પછી અજિતસિંહસૂરિજી થયા. ત્યાર પછી દેવપ્રભસૂરિજી થયા. તેમના શિષ્ય શ્રી સિદ્ધસેનસૂરિજીએ પ્રવચનસારોદ્ધારની તત્ત્વજ્ઞાનવિકાશિની નામની ટીકા રચી. તે વિ.સં. ૧૨૪૮માં ચૈત્ર સુદ આઠમે સમાપ્ત થઈ. આ સંપૂર્ણ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિદુક્કડ દઉં છું. પદાર્થ પ્રકાશ ભાગ 24 પ્રવચનસારોદ્ધાર પદાર્થસંગ્રહ, ભાગ-૨ (૧૩૦મા દ્વારથી ૨૭૬માં દ્વાર સુધી) સમાપ્ત