________________ દ્વાર ૨૭૦મું - લબ્ધિઓ 749 (22) બીજબુદ્ધિલબ્ધિ - જેના પ્રભાવથી બીજરૂપ એક અર્થપ્રધાનપદને જાણીને નહીં સાંભળેલ બીજા ઘણા અર્થો બરાબર જાણે તે બીજબુદ્ધિલબ્ધિ. સર્વોત્કૃષ્ટ બીજબુદ્ધિલબ્ધિ ગણધરોને હોય છે, કેમકે તેઓ ત્રણ પદમાંથી સંપૂર્ણ દ્વાદશાંગીની રચના કરે છે. (23) તેજોલેશ્યાલબ્ધિ - જેના પ્રભાવથી ગુસ્સે થઈને દુશ્મન તરફ મુખથી અનેક યોજન પ્રમાણ ક્ષેત્રમાં રહેલ વસ્તુને બાળવા સમર્થ એવું તેજ છોડી શકે તે તેજોલેશ્યાલબ્ધિ. જે છ મહિના સુધી છના પારણે છઠ્ઠ કરે છે અને પારણે મુઠ્ઠિ જેટલા અડદ અને 1 ચુલુક પાણી વાપરે છે તેને છ મહિના પછી તેજોલેશ્યા ઉત્પન્ન થાય છે. (24) આહારકલબ્ધિ - જેના પ્રભાવથી આહારક શરીર બનાવી શકાય (25) શીતલેશ્યાલબ્ધિ - જેના પ્રભાવથી કરુણાથી જેના પર કૃપા કરવાની હોય તેના પ્રત્યે તેજોવેશ્યાને શાંત કરવા સમર્થ એવું ઠંડુ તેજ છોડી શકે તે શીતલેશ્યાલબ્ધિ. (26) વૈક્રિયશરીરલબ્ધિ - જેના પ્રભાવથી વૈક્રિયશરીર બનાવી શકે તે. (27) અક્ષણમહાનલબ્ધિ - જેના પ્રભાવથી જે ભિક્ષા લાવ્યો હોય તે પોતે ન વાપરે ત્યાં સુધી બીજા લાખો લોકો પેટ ભરીને વાપરે તો પણ તે ભિક્ષા ખાલી ન થાય, પણ તે ભિક્ષા લાવનાર વાપરે પછી જ તે ભિક્ષા ખાલી થાય તે અક્ષીણમહાસલબ્ધિ. (28) જુલાકલબ્ધિ - જેના પ્રભાવથી સાધુ સંઘ વગેરેનું કાર્ય આવે તો સૈન્ય સહિત ચક્રવર્તી વગેરેને ચૂરી શકે તે પુલાક લબ્ધિ. બીજી પણ અનેક લબ્ધિઓ છે. તે આ પ્રમાણે - (1) અણુવ્વલબ્ધિ - જેના પ્રભાવથી કમળની દાંડીના છિદ્રમાં પણ પેસીને ત્યાં ચક્રવર્તીના ભોગો ભોગવી શકે તે.