________________ 748 દ્વાર ૨૭૦મું - લબ્ધિઓ (18) વાસુદેવલબ્ધિ - જેના પ્રભાવથી વાસુદેવ થવાય તે. (19) ક્ષીરમધુસપિરાગ્નિવલબ્ધિ - ઉત્તમજાતિની શેરડી ખાનારી 1 લાખ ગાયોનું દૂધ 50,000 ગાયોને અપાય, તે 50,000 ગાયોનું દૂધ 25,000 ગાયોને અપાય, એમ અડધી અડધી ગાયોને દૂધ આપતા છેલ્લી 1 ગાયના દૂધને ચાતુરિક્ય કહેવાય છે. તેને વાપરતા જેમ શરીર અને મનને આલાદ થાય છે તેમ જેનું વચન સાંભળતા શરીર અને મનને સુખ થાય તે ક્ષીરાગ્નવ. મધુ = સાકર વગેરે અતિશય મીઠું દ્રવ્ય. જેનું વચન મધુ જેવું મીઠું લાગે તે મધ્વાગ્નવ. ઘી = ઉત્તમજાતિની શેરડી ખાનારી ગાયોના દૂધમાંથી બનેલ, મંદ અગ્નિથી ઉકાળેલ, વિશિષ્ટ વર્ણ, ગંધ વગેરે વાળુ ઘી. જેનું વચન ઘી જેવું મીઠું લાગે તે વૃતાન્સવ (સર્પિરાગ્નવ). આના ઉપલક્ષણથી અમૃતાગ્નવ, ઇક્ષુરસાગ્નવ વગેરે જાણી લેવા. જેના પ્રભાવથી જીવ ક્ષીરાગ્નવ, મધ્વાસ્રવ અને સર્પિરાસ્રવ બને તે ક્ષીરમધુસર્પિરાગ્નવલબ્ધિ. અથવા જેના પ્રભાવથી માત્રામાં પડેલુ ખરાબ અન્ન પણ દૂધ, મધુ, ઘી વગેરેની જેમ પરિણમે તે ક્ષીરમધુસર્પિરાગ્નવલબ્ધિ. (20) કોઇકબુદ્ધિલબ્ધિ - જેમ કોઠીમાં નાંખેલ અનાજ લાંબા સમય સુધી એમ જ રહે છે, તેમાંથી ઓછું થતું નથી, તેમ જેના પ્રભાવથી આચાર્યના મુખમાંથી નીકળેલા સૂત્ર-અર્થ એજ રીતે ધારણ કરે, તેમાંથી કંઈપણ ઓછું ન થાય તે કોઇકબુદ્ધિલબ્ધિ. (21) પદાનુસારીલબ્ધિ - જેના પ્રભાવથી અધ્યાપક વગેરે પાસેથી 1 સૂત્રાપદ જણાયે છતે પોતાની બુદ્ધિથી વિચારીને બીજા અનેક સૂત્રપદો જાણે તે પદાનુસારીલબ્ધિ.