________________ 747 દ્વાર ૨૭૦મું - લબ્ધિઓ એવું મહાવિષ થાય તે. આશીવિષા બે પ્રકારના હોય છે - (i) કર્મભેદથી - પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને સહસ્ત્રાર સુધીના દેવો તપશ્ચર્યાથી કે બીજા ગુણથી આશીવિષ વીંછી, સાપ વગેરેથી સાધ્ય ક્રિયા (શાપ આપવા વગેરે વડે બીજાને મારી નાંખવા) કરે તે. દેવોને અપર્યાપ્તાવસ્થામાં પૂર્વભવમાં ઉપાર્જેલ આશીવિષલબ્ધિ હોય છે. (i) જાતિભેદથી - જન્મથી જ જેમની દાઢમાં વિષ હોય છે. તે ચાર પ્રકારના છે. (a). વીંછી - તેનું વિષ ઉત્કૃષ્ટથી અર્ધભરતક્ષેત્ર પ્રમાણ શરીરમાં વ્યાપે છે. (b) દેડકો - તેનું વિષ ઉત્કૃષ્ટથી ભરતક્ષેત્ર પ્રમાણ શરીરમાં વ્યાપે છે. (C) સર્પ - તેનું વિષ ઉત્કૃષ્ટથી જંબૂદ્વીપ પ્રમાણ શરીરમાં વ્યાપે છે. (1) મનુષ્ય - તેનું વિષ ઉત્કૃષ્ટથી સમયક્ષેત્ર (અઢી દ્વીપ + 2 સમુદ્ર) પ્રમાણ શરીરમાં વ્યાપે છે. (12) કેવલિલબ્ધિ - જેના પ્રભાવથી લોકાલોકના સર્વપદાર્થોના ત્રણે કાળના, સર્વ પર્યાયોને એકસાથે જાણી શકાય તે. (13) ગણધરલબ્ધિ - જેના પ્રભાવથી ગણધર (તીર્થકરના મુખ્ય શિષ્ય) થવાય તે. (14) પૂર્વધરલબ્ધિ - જેના પ્રભાવથી પૂર્વધર (14 પૂર્વોને ધારણ કરનાર) થવાય તે. (15) અહલબ્ધિ - જેના પ્રભાવથી અરિહંત થવાય તે. (16) ચક્રવર્તિલબ્ધિ - જેના પ્રભાવથી ચક્રવર્તી થવાય તે. (17) બળદેવલબ્ધિ - જેના પ્રભાવથી બળદેવ થવાય તે.