________________ 746 દ્વાર ૨૭૦મું - લબ્ધિઓ (7) અવધિલબ્ધિ - જેના પ્રભાવથી અમુક મર્યાદા સુધીમાં રહેલા રૂપી પદાર્થોને સાક્ષાત્ જાણી શકે તે. (8) ઋજુમતિલબ્ધિ - જેના પ્રભાવથી બીજાએ વિચારેલા ઘટ વગેરેને સામાન્યથી જાણે છે. તે કંઈક અવિશુદ્ધ હોય છે અને તેનો વિષય અઢી અંગુલ હીન મનુષ્યક્ષેત્ર છે. (9) વિપુલમતિલબ્ધિ - જેના પ્રભાવથી બીજાએ વિચારેલા ઘર વગેરેને વિશેષથી અનેક પર્યાયો સહિત જાણે છે. તે સ્પષ્ટ હોય છે અને તેનો વિષય સંપૂર્ણ મનુષ્યક્ષેત્ર છે. (10) ચારણલબ્ધિ - શ્રુતના અભ્યાસથી થયેલ વિદ્યા વગેરેના લાભારૂપ અતિશય વડે પ્રાપ્ત થતું ગમન કરવાનું સામર્થ્ય તે ચારણલબ્ધિ. તે મુનિભગવંતોને જ હોય છે. ચારણલબ્ધિવાળા મુનિભગવંતો બે પ્રકારના છે - જંઘાચારણ - તેઓ સૂર્યના કિરણોનું આલંબન લઈને ચૈત્યોને વાંદવા તીરછા એક પગલા વડે રુચકવરદ્વીપમાં જાય છે. ત્યાંથી પાછા ફરતા બીજા પગલા વડે નંદીશ્વરદ્વીપમાં જાય છે અને ત્રીજા પગલા વડે અહીં પાછા આવે છે. તેઓ ઉપર એક પગલા વડે મેરુપર્વતના શિખર પર પંડકવનમાં જાય છે, બીજા પગલા વડે નંદનવનમાં જાય છે અને ત્રીજા પગલા વડે અહીં આવે છે. વિદ્યાચારણ - તેઓ તીરછા એક પગલા વડે માનુષોત્તર પર્વત પર જાય છે, બીજા પગલા વડે નંદીશ્વરદ્વીપમાં જાય છે અને પાછા ફરતા ત્રીજા પગલ વડે અહીં આવે છે. તેઓ ઉપર એક પગલા વડે નંદનવનમાં જાય છે, બીજા પગલા વડે મેરુપર્વત પરના પંડકવનમાં જાય છે અને પાછા ફરતા ત્રીજા પગલા વડે અહીં આવે છે. (11) આશીવિષલબ્ધિ - જેના પ્રભાવથી દાઢમાં બીજાને મારવા સમર્થ