________________ 745 દ્વાર ૨૭૦મું - લબ્ધિઓ | દ્વાર ૨૭૦મું - લબ્ધિઓ લબ્ધિઓ 28 છે. બીજી પણ અનેક પ્રકારની લબ્ધિઓ છે. લબ્ધિ = ગુણના કારણે પ્રગટ થતું વિશેષ પ્રકારનું સામર્થ્ય. (1) આમષધિલબ્ધિ - જેના પ્રભાવથી પોતાના હાથ, પગ વગેરે અવયવોના માત્ર સ્પર્શથી જ પોતાના કે બીજાના બધા ય રોગો નાશ પામે છે. (2) વિપુડૌષધિલબ્ધિ - જેના પ્રભાવથી વિષ્ટા અને મૂત્ર સુગંધી હોય અને તેમના અવયવથી પણ રોગો નાશ થાય છે. (3) ખેલૌષધિલબ્ધિ - જેના પ્રભાવથી શ્લેષ્મ સુગંધી હોય અને તેના અવયવથી પણ રોગો નાશ થાય છે. (4) જલ્લૌષધિલબ્ધિ - જેના પ્રભાવથી કાન, મુખ, નાક, આંખ, જીભ અને શરીરનો મેલ સુગંધી હોય અને તેના અવયવથી પણ રોગો નાશ થાય છે. (5) સર્વોષધિલબ્ધિ - જેના પ્રભાવથી વિષ્ટા, મૂત્ર, વાળ, નખ વગેરે બધા અવયવો સુગંધી હોય અને રોગ નાશ કરવા સમર્થ હોય તે. (6) સંભિન્નશ્રોતોલબ્ધિ - (i) જેના પ્રભાવથી શરીરના બધા ભાગોથી સાંભળી શકાય તે. (i) અથવા, જેના પ્રભાવથી બધી ઇન્દ્રિયોથી બધા વિષયોને જાણી શકાય તે. અથવા, જેના પ્રભાવથી 12 યોજન વિસ્તારવાળું ચક્રવર્તીનું સૈન્ય એકસાથે બોલતું હોય કે એકસાથે તેના વાજીંત્રો વાગતા હોય તો પણ તે લોકોના કે વાજીંત્રોના જુદા જુદા શબ્દોને સાંભળે અને જાણે