________________ 750 દ્વાર ૨૭૦મું - લબ્ધિઓ (2) મહત્ત્વલબ્ધિ - જેના પ્રભાવથી મેરુપર્વત કરતા પણ મોટું શરીર બનાવી શકાય તે. (3) લઘુત્વલબ્ધિ - જેના પ્રભાવથી વાયુ કરતા પણ હલકુ શરીર બનાવી શકાય તે. (4) ગુરુત્વલબ્ધિ - જેના પ્રભાવથી વજ કરતા પણ ભારે શરીર બનાવી શકાય કે જેને પ્રકૃષ્ટ બળવાળા ઇન્દ્ર વગેરે પણ મુશ્કેલીથી સહન કરી શકે તે. (5) પ્રાપ્તિલબ્ધિ - જેના પ્રભાવથી ભૂમિ ઉપર ઊભા રહીને મેરુપર્વતની ટોચ, સૂર્ય વગેરેને સ્પર્શી શકે તે. (6) પ્રાકામ્પલબ્ધિ - જેના પ્રભાવથી પાણીમાં ભૂમિની જેમ જવાની શક્તિ હોય અને ભૂમિ પર પાણીની જેમ ઉપર-નીચે થવાની શક્તિ હોય તે. (7) ઇશિત્વલબ્ધિ - જેના પ્રભાવથી ત્રણલોકની પ્રભુતારૂપ તીર્થકર, ઇન્દ્ર વગેરેની ઋદ્ધિ વિમુર્તી શકે તે. (8) વશિત્વલબ્ધિ - જેના પ્રભાવથી બધા જીવોને વશમાં કરી શકે છે. (9) અપ્રતિઘાતિ–લબ્ધિ - જેના પ્રભાવથી પર્વતની મધ્યમાંથી પણ જઈ શકે તે. (10) અંતર્ધાનલબ્ધિ - જેના પ્રભાવથી અદેશ્ય બની શકાય તે. (11) કામરૂપિ–લબ્ધિ - જેના પ્રભાવથી એકસાથે ઘણા રૂપો વિકુર્તી શકે તે. ફયા જીવોને કેટલી લબ્ધિઓ ? | લબ્ધિઓ જીવો ભવ્યપુરુષ ભવ્યસ્ત્રી | અભવ્યપુરુષ અભવ્યસ્ત્રી | 1 | આમાઁષધિ | \ | \ | \