________________ દ્વાર ૧૩૯મું - 4 ભાષાઓ 408 આમંત્રણીભાષા. દા.ત. “હે દેવદત્ત !..." એમ કહેવું તે. (2) આજ્ઞાપની ભાષા - જેનાથી બીજાને કાર્યમાં પ્રવર્તાવાય તેવી ભાષા તે આજ્ઞાપનીભાષા. દા.ત. “આમ કર.” એમ કહેવું તે. (3) યાચનીભાષા - જેનાથી કોઈ વસ્તુ મંગાય તેવી ભાષા તે યાચનીભાષા. દા.ત. “મને કંબલ આપ.” એમ કહેવું તે. (4) પ્રચ્છનીભાષા - નહીં જાણેલા કે શંકાવાળા કોઈ અર્થને એના જાણકાર પાસે પૂછવું તે પ્રચ્છનીભાષા. દા.ત. “આ શી રીતે ?' એમ પૂછવું તે. (5) પ્રજ્ઞાપની ભાષા - બીજાને ઉપદેશ આપવો તે પ્રજ્ઞાપનીભાષા. દા.ત. “જીવહિંસાથી અટકેલાને બીજા ભવમાં લાંબુ આયુષ્ય મળે છે.” એમ કહેવું તે. (6) પ્રત્યાખ્યાની ભાષા - માંગનારાનો પ્રતિષેધ કરનારું વચન તે પ્રત્યાખ્યાનીભાષા. દા.ત. “મારી પાસ કંબલ નથી.' એમ કહેવું * (7) ઇચ્છાનુલોમાભાષા - ઇચ્છાને અનુસરનારું વચન તે ઇચ્છાનુ લોમાભાષા. દા.ત. કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરવાની ઇચ્છાથી બીજાને પૂછે ત્યારે તે કહે કે, “હા, તું કર, મને પણ એ ઇષ્ટ છે.” તો એ ઇચ્છાનુલોમાભાષા છે. (8) અનભિગૃહીતાભાષા - નિશ્ચયવિનાની ભાષા તે અનભિગૃહીતા ભાષા. દા.ત. ઘણા કાર્યો કરવાના હોય ત્યારે કોઈક વ્યક્તિ બીજાને પૂછે કે, “શું કરું ?' ત્યારે તે એમ કહે છે કે, “જે ઠીક લાગે તે કર.” તે અનભિગૃહીતાભાષા. અથવા વસ્તુનો આશ્રય કર્યા વિના સામાન્યથી જે બોલાય તે અનભિગૃહીતા ભાષા. દા.ત. ડિત્થ' એમ કહેવું તે.