________________ 408 દ્વાર ૧૩૯મું - 4 ભાષાઓ અજીવમિશ્રિતભાષા છે. (6) જીવાજીવમિશ્રિતભાષા - કોઈ ઢગલામાં ઓછા-વધુ જીવતા હોય અને ઓછા-વધુ મરેલા હોય તો “આમાં આટલા જીવતા છે અને આટલા મરેલા છે' એમ કહેવું તે જીવાજીવમિશ્રિતભાષા છે. દા.ત. જીવતા અને મરેલા શંખના ઢગલામાં “આમાં 10 જીવતા છે અને 10 મરેલા છે એમ કહેવું તે જીવાજીવમિશ્રિતભાષા છે. (7) અનંતમિશ્રિતભાષા - પ્રત્યેક વનસ્પતિકાયથી મિશ્રિત અનંતકાય માટે એમ કહેવું કે “આ અનંતકાય છે. તે અનંતમિશ્રિતભાષા. દા.ત. ટમેટા, દુધી વગેરેથી મિશ્રિત મૂળા માટે એમ કહેવું કે “આ અનંતકાય છે. તે અનંતમિશ્રિતભાષા. (8) પ્રત્યેકમિશ્રિતભાષા - અનંતકાયથી મિશ્રિત પ્રત્યેકવનસ્પતિકાય માટે એમ કહેવું કે “આ પ્રત્યેક વનસ્પતિકાય છે.” તે પ્રત્યેકમિશ્રિતભાષા. દા.ત. ગાજરથી મિશ્રિત ભિંડા માટે એમ કહેવું કે “આ પ્રત્યેકવનસ્પતિકાય છે. તે પ્રત્યેકમિશ્રિતભાષા છે. (9) અદ્ધામિશ્રિતભાષા - દિવસ કે રાત્રીરૂપ કાળથી મિશ્રિત ભાષા તે અદ્ધામિશ્રિતભાષા. દા.ત. હજી રાત હોય ત્યારે કોઈક વ્યક્તિ બીજાને ઉતાવળ કરાવતા કહે કે, “ઊભો થા, ઊભો થા, દિવસ થઈ ગયો.” તો એ અદ્ધામિશ્રિતભાષા છે. (10) અદ્ધાઅદ્ધામિશ્રિતભાષા - દિવસ કે રાત્રીના એક અંશરૂપ કાળથી મિશ્રિતભાષા તે અદ્ધાઅદ્ધામિશ્રિતભાષા. દા.ત. પહેલા પ્રહરમાં કોઈક વ્યક્તિ બીજાને કહે કે, “ચાલ, ચાલ, બપોર થઈ ગઈ.' તો એ અદ્ધાઅદ્ધામિશ્રિતભાષા છે. (iv) અસત્યામૃષા - ઉપરની ત્રણે ભાષાઓમાં જેનો સમાવેશ ન થાય તેવી ભાષા તે અસત્યામૃષા ભાષા. તે 12 પ્રકારે છે - (1) આમંત્રણીભાષા - જેનાથી બીજાને આમંત્રણ અપાય તેવી ભાષા તે