________________ દ્વાર ૧૩૯મું - 4 ભાષાઓ 407 નિઃસૃતભાષા. દા.ત. ચોર ન હોય તેને “તું ચોર છે.” એમ કહેવું તે ઉપઘાતનિઃસૃતભાષા. (ii) સત્યામૃષાભાષા - સત્યભાષા અને મૃષાભાષા એ બન્નેના સ્વરૂપવાળી ભાષા તે સત્યામૃષાભાષા. તે 10 પ્રકારે છે - (1) ઉત્પન્નમિશ્રિતભાષા - સંખ્યા પૂરવા માટે ઉત્પન્ન નહીં થયેલાની સાથે બોલાયેલી ભાષા તે ઉત્પન્નમિશ્રિતભાષા. દા.ત. કોઈક ગામમાં ઓછા-વધુ બાળકો જન્મવા પર “આજે અહીં 10 બાળકો જન્મ્યા.' એમ કહેવું તે ઉત્પન્નમિશ્રિતભાષા. (2) વિગત મિશ્રિતભાષા - સંખ્યા પૂરવા માટે નહીં મરેલાની સાથે બોલાયેલી ભાષા તે વિગતમિશ્રિતભાષા. દા.ત. કોઈ ગામમાં ઓછા-વધુ વૃદ્ધો મૃત્યુ પામવા છતાં “આજે અહીં 10 વૃદ્ધો મર્યા.' એમ કહેવું તે વિગતમિશ્રિતભાષા. (3) ઉત્પન્નવિગતમિશ્રિતભાષા - સંખ્યા પૂરવા માટે નહીં જન્મેલા અને નહીં મરેલાની સાથે બોલાયેલી ભાષા તે ઉત્પન્નવિગતમિશ્રિતભાષા. દા.ત. ઓછા-વધુ બાળકો જન્મ્યા હોવા છતાં અને ઓછા-વધુ વૃદ્ધો મર્યા હોવા છતાં “આજે અહીં 10 બાળકો જમ્યા અને 10 વૃદ્ધો મર્યા.' એમ કહેવું તે ઉત્પન્નવિગતમિશ્રિતભાષા. (4) જીવમિશ્રિતભાષા - કોઈ ઢગલામાં ઘણા જીવતા અને થોડા મરેલા હોય તો “આ જીવોનો ઢગલો છે.” એમ કહેવું તે જીવમિશ્રિતભાષા. દા.ત. શંખના ઢગલામાં ઘણા જીવતા અને થોડા મરેલા હોય તો આ જીવોનો ઢગલો છે. એમ કહેવું તે જીવમિશ્રિતભાષા છે. (5) અજીવમિશ્રિતભાષા - કોઈ ઢગલામાં ઘણા મરેલા અને થોડા જીવતા હોય તો “આ અજીવોનો ઢગલો છે.” એમ કહેવું તે અજીવમિશ્રિતભાષા. દા.ત. શંખના ઢગલામાં ઘણા મરેલા અને થોડા જીવતા હોય તો આ અજીવોનો ઢગલો છે.' એમ કહેવું તે