________________ 406 દ્વાર ૧૩૯મું - 4 ભાષાઓ દા.ત. પૂર્વે નહીં અનુભવેલા એવા પણ ઐશ્વર્યને પોતાની જાતને ચઢિયાતી બતાવવા “મેં ઐશ્વર્યને ત્યારે જ અનુભવ્યું હતું.” એમ કહેવું તે માનનિઃસૃતભાષા છે. (3) માયા નિઃસૃતભાષા -માયાથી બોલાયેલી ભાષા તે માયનિઃસૃતભાષા. દા.ત. બીજાને ઠગવા માટે જે સાચું ખોટું બોલાય તે માયા નિઃસૃતભાષા છે. (4) લોભનિઃસૃતભાષા -લોભથી બોલાયેલી ભાષા તે લોભનિઃસૃતભાષા. દા.ત. વેપારી વગેરે બીજી રીતે ખરીદેલ વસ્તુને બીજી રીતે ખરીદેલી કહે તે લોભનિઃસૃતભાષા. (5) પ્રેમનિઃસૃતભાષા - પ્રેમથી બોલાયેલી ભાષા તે પ્રેમનિઃસૃતભાષા. દા.ત. અતિશય પ્રેમથી “હું તારો દાસ છું.' એમ કહેવું તે પ્રેમનિઃસૃતભાષા. (6) દ્વેષનિઃસૃતભાષા - દ્વેષથી બોલાયેલી ભાષા તે દૃષનિઃસૃતભાષા. દા.ત. ઇર્ષ્યાળુ ગુણવાનને પણ “આ નિર્ગુણ છે.” એમ કહે તે ષનિઃસૃતભાષા. (7) હાસ્યનિઃસૃતભાષા - હાસ્યથી બોલાયેલી ભાષા તે હાસ્યનિઃસૃતભાષા. દા.ત. કોઈકની કોઈક વસ્તુ લઈને તે પૂછે તો મશ્કરીથી “નથી જોઈ.” એમ કહેવું તે હાસ્યનિઃસૃતભાષા. (8) ભયનિવૃતભાષા - ભયથી બોલાયેલી ભાષા તે ભયનિઃસૃતભાષા. દા.ત. ચોર વગેરેના ભયથી જેમ-તેમ બોલવું તે ભયનિઃસૃતભાષા (9) આખ્યાયિકાનિઃસૃતભાષા - કથામાં બોલાયેલી ભાષા તે આખ્યાયિકા નિઃસૃતભાષા. દા.ત. અસંભવિત વસ્તુને કથામાં ઘટેલી કહેવી તે આખ્યાયિકાનિઃસૃતભાષા. (10) ઉપઘાતનિઃસૃતભાષા - કોઈને ખોટું આળ આપવું તે ઉપઘાત