________________ દ્વાર ૧૩૯મું - 4 ભાષાઓ 405 (5) રૂપસત્ય - રૂપ (વેષ)થી સત્ય હોય તે રૂપસત્ય. દા.ત. દંભથી સાધુનો વેષ પહેર્યો હોય તેને “આ સાધુ છે. એમ કહેવું તે રૂપસત્ય (6) પ્રતીત્યસત્ય - બીજી વસ્તુને આશ્રયીને જે સત્ય હોય તે પ્રતીત્યસત્ય. દા.ત. કનિષ્ઠા આંગળીને આશ્રયીને અનામિકા આંગળી લાંબી છે એમ કહેવું તે પ્રતીત્યસત્ય છે. (7) વ્યવહારસત્ય - લોકોની વિચક્ષાથી જે સત્ય હોય તે વ્યવહારસત્ય. દા.ત. પર્વત પર રહેલા ઘાસ વગેરે બળતા હોય તો લોકો કહે છે ‘પર્વત બળે છે.' તે વ્યવહારસત્ય છે. (8) ભાવસત્ય - જેમાં જે વર્ણ વગેરે ભાવો વધુ હોય તેને તે વર્ણનો વગેરે કહેવો તે ભાવસત્ય છે. દા.ત. બગલામાં પાંચે રંગો હોવા છતાં સફેદ રંગ વધુ હોવાથી બગલાને સફેદ કહેવાય તે ભાવસત્ય (9) યોગસત્ય - સંબંધથી જે સત્ય હોય તે યોગસત્ય. દા.ત. જેની પાસે દંડ હોય તેને દંડી કહેવાય તે યોગસત્ય છે. (10) ઔપમ્પસત્ય - ઉપમારૂપ સત્ય તે ઔપમ્પસત્ય છે. દા.ત. ‘તડાવ સમુદ્ર જેવું હોય છે.” એમ કહેવું તે ઔપમ્પસત્ય છે. (i) મૃષાભાષા - સત્યભાષાથી વિપરીત સ્વરૂપવાળી ભાષા તે મૃષાભાષા. તે 10 પ્રકારે છે - (1) ક્રોધનિઃસૃતભાષા - ગુસ્સે થયેલો માણસ ઝઘડો કરવાની બુદ્ધિથી બીજાને સમજાવવા માટે જે સાચું-ખોટું બોલે તે ક્રોધનિઃસૃતભાષા. દા.ત. ગુસ્સે થયેલા પિતા પુત્રને કહે કે, “તું મારો પુત્ર નથી.” તો એ ક્રોધનિઃસૃતભાષા છે. (2) માનનિઃસૃતભાષા - માનથી બોલાયેલી ભાષા તે માનનિઃસૃતભાષા.