________________ 404 દ્વાર ૧૩મું - 4 ભાષાઓ દ્વાર ૧૩૯મું - 4 ભાષાઓ બોલાય તે ભાષા. તે પ્રકારની છે - (i) સત્યભાષા - મૂલોત્તરગુણો કે જીવાદિ પદાર્થો માટે હિતકારી હોય તે સત્યભાષા. તે 10 પ્રકારે છે - જનપદસત્ય - જે દેશમાં જે અર્થના વાચક તરીકે જે ભાષા રૂઢ થઈ હોય બીજા દેશમાં પણ તે અર્થના વાચક તરીકે તે ભાષાનો પ્રયોગ થાય તો તે જનપદસત્ય છે. દા.ત. કોંકણ વગેરે જુદા જુદા દેશોમાં પાણીને પયઃ, પિચ્ચ, નીર, ઉદક કહેવાય છે. (2) સમ્મતસત્ય - બધા લોકોને જે સત્ય તરીકે સમ્મત હોય તે સમ્મત સત્ય. દા.ત. કુમુદ, કુવલય, ઉત્પલ, તામરસ - આ બધા કાદવમાં ઊગતા હોવા છતાં લોકોમાં સમ્મત હોવાથી અરવિંદને જ પંકજ કહેવાય છે તે સમ્મતસત્ય છે. (3) સ્થાપના સત્ય - તેવા પ્રકારના આંકડા અને મહોરછાપ જોઈને જેનો પ્રયોગ થાય તે સ્થાપનાસત્ય છે. દા.ત. એકડાની આગળ બે મિંડા જોઈને “આ સો છે.' એમ કહેવું, એકડાની આગળ ત્રણ મિંડા જોઈને “આ હજાર છે.' એમ કહેવું તે સ્થાપના સત્ય છે. સિક્કા પર તેવી મહોરછાપ જોઈને “આ માસ છે, આ કાર્ષાષણ છે.' એમ કહેવું તે સ્થાપના સત્ય છે. અથવા જે મૂર્તિ વગેરેમાં અરિહંત વગેરેની સ્થાપના કરાય છે તેને તે અરિહંત વગેરે રૂપે કહેવું તે સ્થાપના સત્ય છે. દા.ત. અરિહંતની મૂર્તિને “આ અરિહંત છે.” એમ કહેવું તે સ્થાપનાસત્ય છે. (4) નામસત્ય - માત્ર નામથી સત્ય હોય તે નામસત્ય. દા.ત. કુલને વધારતો ન હોવા છતાં પણ કુલવર્ધન કહેવાય તે નામસત્ય છે.