________________ 410 દ્વાર ૧૩૯મું - 4 ભાષાઓ (9) અભિગૃહીતાભાષા - નિશ્ચયવાળી ભાષા તે અભિગૃહીતાભાષા. દા.ત. “અત્યારે આ કરવાનું છે, આ નહીં.” એમ કહેવું તે. અથવા વસ્તુનો આશ્રય કરીને જે બોલાય તે અભિગૃહીતાભાષા. દા.ત. “ઘટ’ એમ કહેવું તે. (10) સંશયકરણીભાષા - જે એક ભાષા અનેક અર્થોને કહેનારી હોવાથી સંશય પેદા કરે તે સંશયકરણી ભાષા. દા.ત. “સૈન્ધવ માનય’ એમ કહેવું તે. સૈન્ધવ = મીઠું, વસ્ત્ર, પુરુષ, ઘોડો. (11) વ્યાકૃતાભાષા - પ્રગટ અર્થવાળી ભાષા તે વ્યાકૃતાભાષા. (12) અવ્યાકૃતાભાષા - ગંભીર અર્થવાળી કે અસ્પષ્ટ અક્ષરોવાળી ભાષા તે અવ્યાકૃતાભાષા. દુર્જનની વિદ્યા વિવાદ માટે, ધન અભિમાન માટે અને શક્તિ બીજાને | પીડવા માટે હોય છે. સજ્જનોનો સ્વભાવ આનાથી વિપરીત હોય છે, એટલે કે એમની વિદ્યા જ્ઞાન માટે, ધન દાન માટે અને શક્તિ પરના રક્ષણ માટે હોય છે. | + જેઓએ ગુરુને હૃદયમાં રાખ્યા છે તે આત્માઓ ધન્ય છે. પરંતુ જેઓ ગુરુના હૃદયમાં વસી ગયા છે તે ધન્યાતિધન્ય છે. નરકમાં સમ્યગ્દષ્ટિ જીવો તત્ત્વની વિચારણા દ્વારા સ્વત કર્મનો ઉદય જાણી બીજા દ્વારા અપાતા દુઃખોને સ્વયં સહન કરે છે, પણ પોતે બીજા જીવો પર પ્રહાર કરતા નથી. + સમકિત વિનાના સગુણોથી પણ આપણે સંતુષ્ટ કે પછી સમકિતની સ્પર્શના માટે આપણે અતિચિંતિત ?