________________ દ્વાર ૨૬૮મું - અસ્વાધ્યાય 731 દ્વાર 26 ૮મું - અસ્વાધ્યાય જેમાં સ્વાધ્યાય ન થાય તે અસ્વાધ્યાય. તે બે પ્રકારે છે - (1) આત્મસમુત્ય - સ્વાધ્યાય કરનારથી થયેલ હોય તે. (2) પરસમુત્ય - સ્વાધ્યાય કરનારા સિવાયના અન્યથી થયેલ હોય તે. તે 5 પ્રકારે છે - (i) સંયમઘાતી - સંયમનો ઘાત કરે છે. તેના 3 પ્રકાર છે - (a) મહિકા - કારતકથી મહા મહિના સુધી પડતી ધૂમ્મસ. તે પડતાની સાથે જ બધુ અપ્લાયથી ભાવિત કરે છે. (b) સચિત્ત રજ - વ્યવહારથી સચિત્ત, જંગલના પવનથી ઊડેલી ધૂળ તે સચિત્ત રજ. તેનો રંગ કંઈક લાલ હોય છે. તે આંતરામાં દેખાય છે. નિરંતર પડવા વડે તે 3 દિવસ પછી બધુ પૃથ્વીકાયથી ભાવિત કરે છે. (c) વર્ષા - તે 3 પ્રકારે છે - (1) બુબુદ વર્ષા - જે વરસાદમાં પાણીમાં પરપોટા થાય છે. તે 8 પ્રહર પછી, મતાંતરે 3 દિવસ પછી બધુ અપ્લાયથી ભાવિત કરે છે. (2) બુબુદરહિત વર્ષા - જે વરસાદમાં પાણીમાં પરપોટા ન થાય તે. તેમાં પાંચ દિવસ પછી બધુ અપ્લાયથી ભાવિત થાય છે. (3) જલસ્પર્શિકા વર્ષા - જે વરસાદમાં ઝીણી વાછટ થાય છે. તેમાં સાત દિવસ પછી બધુ અપ્લાયથી ભાવિત થાય છે. સંયમઘાતી અસ્વાધ્યાયમાં દ્રવ્યથી ધૂમ્મસ, સચિત્તરંજ કે વર્ષો વર્જાય છે.