________________ 732 દ્વાર ૨૬૮મું - અસ્વાધ્યાય ક્ષેત્રથી જેટલા ક્ષેત્રમાં ધૂમ્મસ વગેરે પડતી હોય તેટલા ક્ષેત્રને વર્જાય કાળથી જેટલા કાળ સુધી ધૂમ્મસ વગેરે પડતી હોય તેટલા કાળને વર્જાય છે. ભાવથી શ્વાસોચ્છવાસ, ઉન્મેષ-નિમેષ સિવાયની સ્થાન, ગમનાગમન, પડિલેહણ, ભાષા, શારીરિક ચેષ્ટા વગેરે ક્રિયાઓ વર્જાય છે. વિના કારણે કોઈ ચેષ્ટા કરાતી નથી. ગ્લાન વગેરેના કારણે જયણાપૂર્વક હાથની સંજ્ઞાથી, આંખની સંજ્ઞાથી, આંગળીની સંજ્ઞાથી વ્યવહાર કરાય છે, કપડું ઢાંકીને બોલાય છે, વર્ષાકલ્પ (કામળી)ને ઓઢીને બહાર જવાય છે. (i) ત્યાતિક - ઉત્પાતથી થાય છે. તેના ઘણા પ્રકાર છે - (a) પાંશવૃષ્ટિ - ધૂમાડા જેવી, કંઈક સફેદ, અચિત્ત રજ પડે છે. તે જ્યાં સુધી પડે ત્યાં સુધી સ્વાધ્યાય ન થાય. (b) માંસવૃષ્ટિ - માંસના ટુકડા પડે છે. તેમાં એક અહોરાત્ર સુધી સ્વાધ્યાય ન થાય. (c) રુધિરવૃષ્ટિ - લોહીના ટીપા પડે છે. તેમાં એક અહોરાત્ર સુધી સ્વાધ્યાય ન થાય. (d) કેશવૃષ્ટિ - ઉપરથી વાળ પડે છે. તે જયાં સુધી પડે ત્યાં સુધી સ્વાધ્યાય ન થાય. (e) શિલાવૃષ્ટિ - કરા વગેરે શિલા પડે છે. તે જયાં સુધી પડે ત્યાં સુધી સ્વાધ્યાય ન થાય. (f) રજઉઘાત - દિશાઓ રજવાળી થાય છે. તેનાથી ચારે બાજુ અંધારા જેવુ થઈ જાય. તે જ્યાં સુધી હોય ત્યાં સુધી સ્વાધ્યાય ન થાય.