________________ 726 દ્વાર ૨૬૫મું - ઉત્સર્પિણીના છેલ્લા તીર્થકરના તીર્થનું પ્રમાણ દ્વાર ૨૬૫મું ઉત્સર્પિણીના છેલ્લા તીર્થકરના તીર્થનું પ્રમાણ ઉત્સર્પિણીના છેલ્લા તીર્થંકરના તીર્થનું પ્રમાણ = સંખ્યાત x ઋષભદેવપ્રભુનો કેવળીપર્યાય = સંખ્યાત 4 (1 લાખ પૂર્વ - 1000 વર્ષ) = સંખ્યાતા લાખ પૂર્વ. + જેમ સુવર્ણના ભારથી અતિશય ભારે થયેલ હોડી તેમાં આરૂઢ થયેલ મનુષ્યને ડુબાડે છે, તેવી જ રીતે ધર્મોપકરણના નામે પણ એકઠો થયેલ અતિપરિગ્રહ સ્વ-પરને ડુબાડે છે. + વિશ્વના જીવોના સર્વ દુઃખોનું મૂળ કારણ શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞાની વિરાધના છે. વિશ્વના જીવોના સર્વ સુખનું કારણ અરિહંત પરમાત્માની આજ્ઞાની આરાધના છે. નિરાશા, ભય, શંકા, આત્મશ્રદ્ધાની શૂન્યતા - આ કીડાઓએ લાખો માણસોની સમૃદ્ધિ અને સુખનો નાશ કર્યો છે. + જે હંમેશા પોતાના દુર્ભાગ્ય વિષે અને આગળ વધવાની નિષ્ફળતા વિષે વિચાર કરે છે, તે કદિ પણ તેની વિરુદ્ધ દિશા કે જેમાં ઉન્નતિ રહેલી હોય છે, તેમાં જઈ શકતો નથી. + સમાધિ ટકાવી રાખવી છે જો રોગમાં, તો શરીર એ રોગોનું ઘર છે” એ યાદ રાખીએ અને તંદુરસ્ત શરીરે ધર્મસાધનાઓમાં જો કૂદી પડવું છે તો “શરીર એ ધર્મનું પ્રથમ સાધન છે.” એ યાદ રાખીએ. - કર્મોની પરતંત્રતા જયારે સ્વભાવ જ બની જાય છે ત્યારે સ્વતંત્રતા સ્વપ્નરૂપ લાગે છે.