________________ દ્વાર ૨૬૬મું - દેવોનો પ્રવીચાર 727 દ્વાર ૨૬૬મું - દેવોનો પ્રવીચાર સુખ અલ્પ પ્રવીચાર - મૈથુન સેવવું. દેવો ભવનપતિ, વ્યંતર, જયોતિષ, સૌધર્મ, ઈશાન સનકુમાર, માહેન્દ્ર બ્રહ્મલોક, લાંતક મહાશુક્ર, સહસ્ત્રાર આનત, પ્રાણત, આરણ, અશ્રુત 9 રૈવેયક, 5 અનુત્તર પ્રવીચાર કાયાથી (મનુષ્યની જેમ) સ્પર્શથી રૂપદર્શનથી શબ્દશ્રવણથી મનથી અનંતગુણ અનંતગુણ અનંતગુણ અનંતગુણ | અપ્રવીચારી | અનંતગુણ + પ્રોત્સાહન, આશા અને આનંદના વિચારોથી મનને ભરી નાખવું જોઈએ. આ જ નિરાશા અને નિરુત્સાહ દૂર કરવાનો માર્ગ છે. 1. આ દેવો દેવીઓના સ્તન વગેરે અવયવોનો સ્પર્શ કરીને કાયપ્રવીચારી દેવો કરતા અનંતગુણ સુખ પામે છે. દેવોએ સ્પર્શ કર્યો છતે દિવ્યપ્રભાવથી દેવીઓમાં વીર્યના પુદ્ગલોનો સંચાર થવાથી દેવીઓને પણ અનંતગુણ સુખ થાય છે. એમ આગળ પણ જાણવું. 2. આ દેવોને અલ્પ મોહોદય હોય છે અને તેઓ પ્રશમસુખમાં લીન હોય છે. તેથી તેઓ પ્રવીચારી દેવો કરતા અનંતગુણ સુખી છે. તેવા ભવસ્વભાવથી તેમને ચારિત્રનો પરિણામ ન થવાથી તેઓ અપ્રવીચારી હોવા છતાં બ્રહ્મચારી નથી.