________________ દ્વાર ૨૬૪મું - યુગપ્રધાન આચાર્યોની સંખ્યા 725 જીવો અદ્ધારમયો સર્વદ્રવ્યો સર્વપ્રદેશો સર્વપર્યાયો અલ્પબદુત્વ અનંતગુણ વિશેષાધિકાર અનંતગુણ અનંતગુણ દ્વાર ૨૬૪મું - યુગપ્રધાન આચાર્યોની સંખ્યા યુગપ્રધાન = તે તે કાળે વિદ્યમાન જિનશાસ્ત્રોના રહસ્યને જાણનારા હોવાથી અને વિશિષ્ટ મૂળગુણ-ઉત્તરગુણથી યુક્ત હોવાથી તે તે કાળની અપેક્ષાએ ભરતક્ષેત્રમાં પ્રધાન આચાર્યો તે યુગપ્રધાન આચાર્યો. આર્યસુધર્માસ્વામીથી દુ:પ્રભસૂરિ સુધી 2,004 યુગપ્રધાન આચાર્યો થશે. મતાંતરે 1,996 યુગપ્રધાન આચાર્યો થશે. મહાનિશીથમાં 55,55,155 કરોડ યુગપ્રધાન કહ્યા છે. તે સામાન્ય મુનિઓની અપેક્ષાએ સમજવા. 1. દરેક પરમાણુને અને દરેક સ્કંધને વિશેષ પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સંબંધથી અનંત ભાવસમય મળે છે. અદ્ધાસમયો બધા દ્રવ્યો છે. તેમાં સર્વજીવદ્રવ્યો, સર્વપુદ્ગલદ્રવ્યો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય ઉમેરવાથી સર્વદ્રવ્યો થાય છે. તે બાકીના દ્રવ્યો અદ્ધાસમયોના અનંતમા ભાગ જેટલા છે. તેથી અદ્ધાસમયો કરતા સર્વદ્રવ્યો વિશેષાધિક છે. 3. અલોકાકાશના પ્રદેશો પણ સર્વદ્રવ્યો કરતા અનંતગુણ છે. 4. દરેક આકાશપ્રદેશમાં અનંત અગુરુલઘુ પર્યાયો છે.