________________ 720 દ્વાર 26 રમું - અંતરદીપ (18) 6 માસ આયુષ્ય બાકી હોય ત્યારે તેઓ એક સ્ત્રી-પુરુષના યુગલને જન્મ આપે છે અને 81 દિવસ સુધી તેનું પાલન કરે છે. (19) અલ્પ કષાયવાળા અને અલ્પ સ્નેહવાળા હોવાથી તેઓ મરીને દેવલોકમાં જાય છે. (20) તેમનું મરણ છીંક, બગાસુ, ખાસી વગેરે પૂર્વક અને પીડા વિના થાય છે. (21) તે દ્વીપોમાં અનિષ્ટના સૂચક ચંદ્રગ્રહણ-સૂર્યગ્રહણ વગેરે થતા નથી. (22) તે દ્વીપોમાં મચ્છર, જૂ, માકડ, માખી વગેરે થતા નથી. (23) તે દ્વીપોમાં સિંહ, વાઘ વગેરે મનુષ્યોને પીડા કરતા નથી, રૌદ્રભાવ રહિત હોવાથી પરસ્પર હિંસા કરતા નથી. તેથી તેઓ પણ મરીને દેવલોકમાં જાય છે. (24) તે દ્વીપોની ભૂમિ રજ, કાદવ, કાંટા વગેરે વિનાની, દોષ રહિત, સમતલ અને સુંદર હોય છે. + જેની આત્મામાં સ્થિર સ્થિતિ છે તેનો જ મોક્ષ થાય છે, જેની આત્મામાં સ્થિર સ્થિતિ નથી તેનો મોક્ષ ક્યારે પણ થતો નથી. + જે આત્માઓ ઉત્તમ ગુરુઓ પ્રત્યે સંપૂર્ણ સમર્પણભાવથી જીવે છે ? | તેમના વચનને અમૃત માની આરાધે છે, તેઓ લઘુકર્મ હોય છે અને શીઘે મોક્ષને પામે છે. + આ જીવનમાં ‘ગુરુદેવને પ્રસન્ન રાખવા છે' ના એકસૂત્રીય કાર્યક્રમને જ વળગી રહેવાની જરૂર છે.