________________ દ્વાર ૨૬૨મું - અંતરદ્વીપ 719 (4) તેઓ 800 ધનુષ્ય ઊંચા હોય છે. સ્ત્રીઓનું પ્રમાણ કંઈક ન્યૂન હોય છે. (5) તેઓ પલ્યોપમ પ્રમાણ આયુષ્યવાળા હોય છે. અસંખ્ય (6) તેઓ બધા શુભ લક્ષણ, તિલક, મસા વગેરેથી યુક્ત હોય છે. (7) તેઓ સ્ત્રી-પુરુષના યુગલરૂપે રહેલા છે. (8) દસ પ્રકારના કલ્પવૃક્ષો પાસેથી તેમને ઇષ્ટ ઉપભોગની સામગ્રી મળે છે. (9) તેઓ સ્વભાવથી જ મંદ કષાયોવાળા હોય છે. (10) તેઓ સંતોષી, ઉત્સુકતા વિનાના અને મૃદુતા-સરળતાવાળા હોય (11) તેઓ મણિ, સોનું, મોતિ વગેરે ઉપર મમત્વ કરતા નથી. (12) તેઓ વર રાખતા નથી. (13) તેઓ સ્વામી-સેવક ભાવ વિનાના એટલે કે અહમિન્દ્ર હોય છે. (14) હાથી, ઘોડા વગેરે હોવા છતાં તેઓ તેમનો ઉપયોગ કરતા નથી, પણ પગે ચાલે છે. (15) તેમને તાવ વગેરે રોગો અને પિશાચ વગેરેના ઉપદ્રવો હોતા નથી. (16) તેઓ એકાંતરે આહાર કરે છે. અનાજ વગેરે હોવા છતાં તેઓ માટી અને કલ્પવૃક્ષના ફૂલો-ફળોનો આહાર કરે છે. તે માટી સાકર કરતા પણ અનંતગુણ મીઠી હોય છે. કલ્પવૃક્ષના ફૂલો-ફળો ચક્રવર્તીના ભોજન કરતા પણ વધુ મધુર હોય છે. (17) તેમને 64 પાસળીઓ હોય છે.