________________ 683 દ્વાર ૨૬૦મું ષસ્થાનવૃદ્ધિહાનિ અસંખ્યભાગવૃદ્ધ સંયમસ્થાનો પણ 1 કંડક પ્રમાણ છે. (11) ત્યાર પછી 1 કંડક પ્રમાણ અનંતભાગવૃદ્ધ સંયમસ્થાનો છે. (12) ત્યાર પછીનું સંયમસ્થાન સંખ્યાતભાગવૃદ્ધ છે. (13) ત્યાર પછી મૂળથી શરૂ કરીને પહેલા સંખ્યાતભાગવૃદ્ધ સંયમસ્થાનની પહેલા જેટલા સંયમસ્થાનો પસાર થયા તેટલા સંયમસ્થાન ફરી પસાર થયા પછી બીજુ સંખ્યાતભાગવૃદ્ધ સંયમસ્થાન છે. (14) ત્યાર પછી એજ ક્રમથી ત્રીજુ સંખ્યાતભાગવૃદ્ધ સંયમસ્થાન છે. (15) આ રીતે સંખ્યાતભાગવૃદ્ધ સંયમસ્થાનો પણ 1 કંડક પ્રમાણ છે. (16) ત્યાર પછી મૂળથી શરૂ કરીને પહેલા સંખ્યાતભાગવૃદ્ધ સંયમ સ્થાનની પહેલા જેટલા સંયમસ્થાનો પસાર થયા તેટલા સંયમસ્થાન ફરી પસાર થયા પછી સંખ્યાતભાગવૃદ્ધ સંયમ સ્થાનની બદલે સંખ્યાતગુણવૃદ્ધ સંયમસ્થાન છે. (17) ત્યાર પછી ફરી મૂળથી શરૂ કરીને પહેલા સંખ્યાતગુણવૃદ્ધ સંયમસ્થાનની પહેલા જેટલા સંયમસ્થાનો પસાર થયા તેટલા સંયમસ્થાન ફરી પસાર થયા પછી બીજુ સંખ્યાતગુણવૃદ્ધ સંયમ સ્થાન છે. (18) આ રીતે સંખ્યાતગુણવૃદ્ધ સંયમસ્થાનો પણ 1 કંડક જેટલા છે. (19) ત્યાર પછી મૂળથી શરૂ કરીને પહેલા સંખ્યાતગુણવૃદ્ધ સંયમ સ્થાનની પહેલાં જેટલા સંયમસ્થાન પસાર થયા તેટલા સંયમસ્થાન ફરી પસાર થયા પછી સંખ્યાતગુણવૃદ્ધ સંયમસ્થાનની બદલે અસંખ્યગુણવૃદ્ધ સંયમસ્થાન છે. (20) ત્યાર પછી મૂળથી શરૂ કરીને પહેલા અસંખ્ય ગુણવૃદ્ધ સંયમ સ્થાનની પહેલા જેટલા સંયમસ્થાન પસાર થયા તેટલા સંયમસ્થાન ફરી પસાર થયા પછી બીજુ અસંખ્યગુણવૃદ્ધ સંયમસ્થાન છે.