________________ 684 દ્વાર ૨૬૦મું - ષસ્થાનવૃદ્ધિહાનિ (21) આ રીતે અસંખ્ય ગુણવૃદ્ધ સંયમસ્થાનો પણ 1 કંડક જેટલા છે. (22) ત્યાર પછી મૂળથી શરૂ કરીને પહેલા અસંખ્ય ગુણવૃદ્ધ સંયમસ્થાનની પહેલા જેટલા સંયમસ્થાન પસાર થયા તેટલા સંયમસ્થાન ફરી પસાર થયા પછી અસંખ્યગુણવૃદ્ધ સંયમસ્થાનની બદલે અનંતગુણવૃદ્ધ સંયમસ્થાન છે. (23) ત્યાર પછી મૂળથી શરૂ કરીને પહેલા અનંતગુણવૃદ્ધ સંયમસ્થાનની પહેલા જેટલા સંયમસ્થાન પસાર થયા તેટલા સંયમસ્થાન ફરી પસાર થયા પછી બીજુ અનંતગુણવૃદ્ધ સંયમસ્થાન છે. (24) આ રીતે અનંતગુણવૃદ્ધ સંયમસ્થાનો પણ 1 કંડક જેટલા છે. (25) ત્યાર પછી મૂળથી શરૂ કરીને પહેલા અનંતગુણવૃદ્ધ સંયમસ્થાનની પહેલા જેટલા સંયમસ્થાન પસાર થયા તેટલા સંયમસ્થાન પસાર થાય છે અને પ્રસ્થાનક પૂરું થાય છે. (26) આ બધા સંયમસ્થાનોનો સમુદાય તે 1 પસ્થાનક છે. (27) ત્યાર પછી એ જ રીતે અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થાનક કંડક =4 અસત્કલ્પનાએ - 0 = અનંતભાગવૃદ્ધ સંયમસ્થાન 1 = અસંખ્યભાગવૃદ્ધ સંયમસ્થાન 2 = સંખ્યાતભાગવૃદ્ધ સંયમસ્થાન 3 = સંખ્યાતગુણવૃદ્ધ સંયમસ્થાન 4 = અસંખ્યગુણવૃદ્ધ સંયમસ્થાન 5 = અનંતગુણવૃદ્ધ સંયમસ્થાન ષસ્થાનકની સ્થાપના (આડા ક્રમે વાંચવું.)