________________ 68 2 દ્વાર ૨૬૦મું - ષસ્થાનવૃદ્ધિહાનિ છેદતા જેના બે વિભાગ ન થાય એવા ભાગો તે નિર્વિભાગ ભાગો)ને સર્વજીવ પ્રમાણ અનંતથી ગુણતા સર્વવિરતિના સર્વજઘન્ય વિશુદ્ધિસ્થાનના નિર્વિભાગ ભાગો મળે છે. આ સર્વજઘન્ય સંયમસ્થાન છે. તેના કરતા ત્યાર પછીનું સંયમસ્થાન અનંતભાગવૃદ્ધ છે. એટલે કે પ્રથમ સંયમસ્થાનના નિવિભાગ ભાગો કરતા તેના અનંતમાં ભાગ જેટલા નિર્વિભાગ બીજા સંયમસ્થાનમાં અધિક છે. (3) તેના કરતા ત્રીજુ સંયમસ્થાન અનંતભાગવૃદ્ધ છે. (4) આમ પૂર્વ પૂર્વના સંયમસ્થાન કરતા ઉત્તરોત્તર અનંતભાગવૃદ્ધ સંયમસ્થાનો 1 કંડક જેટલા એટલે કે અંગુલ ના પ્રદેશ જેટલા છે. અસંખ્ય (5) કંડકના છેલ્લા સંયમસ્થાન કરતા તેના પછીનું સંયમસ્થાન અસંખ્યભાગવૃદ્ધ છે. એટલે કે કંડકના છેલ્લા સંયમસ્થાનના નિર્વિભાગ ભાગો કરતા તેના અસંખ્યાતમા ભાગ જેટલા નિર્વિભાગ ભાગો ત્યાર પછીના સંયમસ્થાનમાં અધિક હોય છે. (6) ત્યાર પછી 1 કંડક જેટલા સંયમસ્થાનો ઉત્તરોત્તર અનંતભાગવૃદ્ધ છે. આ બીજુ કંડક છે. (7) ત્યાર પછીનું સંયમસ્થાન બીજા કંડકના છેલ્લા સંયમસ્થાન કરતા અસંખ્યભાગવૃદ્ધ છે. (8) ત્યાર પછી 1 કંડક જેટલા સંયમસ્થાનો ઉત્તરોત્તર અનંતભાગવદ્ધ છે. આ ત્રીજુ કંડક છે. (9) ત્યાર પછીનું સંયમસ્થાન ત્રીજા કંડકના છેલ્લા સંયમસ્થાન કરતા અસંખ્યભાગવૃદ્ધ છે. (10) આમ કંડક પ્રમાણ અનંતભાગવૃદ્ધ સંયમસ્થાનોથી અંતરિત