________________ દ્વાર ૨૬૦મું - ષસ્થાનવૃદ્ધિહાનિ 681 દ્વાર ૨૬૦મું - ષસ્થાનવૃદ્ધિહાનિ સર્વવિરતિના વિશુદ્ધિસ્થાન વગેરે વસ્તુઓની વૃદ્ધિ કે હાનિ છે પ્રકારની છે. (1) અનંતભાગવૃદ્ધિ (2) અસંખ્યાતભાગવૃદ્ધિ (3) સંખ્યાતભાગવૃદ્ધિ (4) સંખ્યાતગુણવૃદ્ધિ (5) અસંખ્યાતગુણવૃદ્ધિ (6) અનંતગુણવૃદ્ધિ (1) અનંતભાગહાનિ (2) અસંખ્યાતભાનહાનિ (3) સંખ્યાતભાનહાનિ (4) સંખ્યાતગુણહાનિ (5) અસંખ્યાતગુણહાનિ (6) અનંતગુણહાનિ અનંત = સર્વ જીવ પ્રમાણ અનંત, અસંખ્ય = અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અસંખ્ય, સંખ્યાત = ઉત્કૃષ્ટ સંખ્યાત. સર્વવિરતિના વિશુદ્ધિસ્થાનો (સંયમસ્થાનો)ને આશ્રયીને પસ્થાનવૃદ્ધિ-જસ્થાનહાનિની વિચારણા - (1) દેશવિરતિના સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાન કરતા સર્વવિરતિનું સર્વજઘન્ય વિશુદ્ધિસ્થાન અનંતગુણ વિશુદ્ધ છે. એટલે કે દેશવિરતિના સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાનના નિવિભાગ ભાગો (વિશુદ્ધિસ્થાનને કેવળીની બુદ્ધિથી