________________ 68) દ્વાર ૨૫૯મું - 18 ભક્ષ્યભોજ્ય દ્વાર ૨૫૯મું - 18 ભક્ષ્યભોજ્ય લૌકિકપિંડ (વિવેક વિનાના લોકોમાં પ્રસિદ્ધ આહાર) 18 પ્રકારનો છે - (1) સૂપ - દાળ . (2) ઓદન - ભાત, કૂર. (3) યવાન - જવની ખીર. (4-6) ત્રણ પ્રકારના માંસ- જલચરનું માંસ-માછલા વગેરે. સ્થલચરનું માંસ - હરણ વગેરે. ખેચરનું માંસ - કબુતર વગેરે. (7) ગોરસ-દૂધ, દહીં, ઘી વગેરે. (8) જૂષ - જીરુ, મરી વગેરેથી વઘારેલ મગનું પાણી. (9) ભક્ષ્ય - ખાંડવાળા ખાજા વગેરે. (10) ગુડલાવણિકા - ગોળપાપડી અથવા ગોળધાણા. (11) મૂલફળ - અશ્વગંધા વગેરેના મૂળ અને આંબા વગેરેના ફળ. (12) હરિતક - જીરુ વગેરેના પાંદડામાંથી બનેલ. (13) ડાક - હિંગ વગેરેના વઘારવાળી વસ્તુલ, રાજિકા વગેરેની ભાજી. (14) રસાલુ - ર પલ ઘી, 1 પલ મધ, અડધો આઢક દહી, વાટેલ 20 મરી, 10 પલ ખાંડ કે ગોળ - આ પદાર્થો ભેગા કરીને બનાવેલ હોય છે. તે રાજા, શ્રેષ્ઠી વગેરેને યોગ્ય હોય છે. (15) પાન - બધા પ્રકારના દારૂ. (16) પાનીય - ખૂબ ઠંડુ અને ખૂબ સ્વાદિષ્ટ પાણી. (17) પાનક - દ્રાક્ષ, ખજુર વગેરેનું પાણી. (18) શાક - છાશથી બનેલ વડા વગેરે.