________________ દ્વાર ૨૫૮મું - માન, ઉન્માન, પ્રમાણ 6 79 | તાર ૨૫૮મું - માન, ઉન્માન, પ્રમાણ | (1) માન - પુરુષના પ્રમાણ કરતા થોડી મોટી અને પાણીથી ભરેલી કુંડીમાં પ્રવેશેલો જે માણસ 1 દ્રોણ જેટલું પાણી બહાર કાઢે છે તે માનયુક્ત પુરુષ છે. અથવા જે કુંડીમાં 1 દ્રોણ જેટલું પાણી ઓછું હોય તેમાં પ્રવેશેલો જે માણસ તે કુંડીને ભરી દે છે તે માનયુક્ત પુરુષ છે. (2) ઉન્માન - ત્રાજવામાં તોલવા પર જે પુરુષનું વજન અડધો ભાર જેટલુ થાય તે ઉન્માનયુક્ત પુરુષ છે. (3) પ્રમાણ - પોતાના અંગુલથી જે પુરુષ 108 અંગુલ ઊંચો હોય તે પ્રમાણયુક્ત પુરુષ છે. ઉત્તમ પુરુષોના આ ત્રણ લક્ષણો છે. + તે જ જાણવું, તે જ બોલવું, તે જ સાંભળવું, તે જ વિચારવું જેનાથી ભ્રાંતિ દૂર થઈ જાય, આત્માની અત્યંતપણે આત્મસ્વરૂપમાં સ્થિરતા થાય. જેની આત્મામાં સ્થિર સ્થિતિ છે તેનો જ મોક્ષ થાય છે, જેની આત્મામાં સ્થિર સ્થિતિ નથી તેનો મોક્ષ કયારે પણ થતો નથી. + જે આત્માઓ ઉત્તમ ગુરુઓ પ્રત્યે સંપૂર્ણ સમર્પણભાવથી જીવે છે, તેમના વચનને અમૃત માની આરાધે છે, તેઓ લઘુકર્મી હોય છે અને શીધ્ર મોક્ષને પામે છે.