________________ 678 દ્વાર ૨૫૭મું - નિમિત્તના 8 અંગો નીકળવું. ભૂતઅટ્ટહાસ-આકાશમાં અતિશય મોટો આકસ્મિક કિલ કિલ અવાજ. દા.ત. કોઈપણ ગ્રહ જ્યારે ચંદ્રને વચ્ચેથી ભેદે છે ત્યારે રાજાનો ભય થાય છે અને પ્રજામાં ભયંકર ખળભળાટ થાય છે. પીળુ ગંધર્વનગર અનાજનો નાશ કરે છે, લાલ ગંધર્વનગર ગાયોનું હરણ કરે છે, અવ્યક્ત રંગનું ગંધર્વનગર બળનો ક્ષોભ કરે છે, સ્નિગ્ધ-કિલ્લા સહિત-તોરણસહિત-પૂર્વદિશાનું ગંધર્વનગર રાજાને વિજય અપાવે છે, વગેરે. (6) ભીમ - ભૂમિકંપ વગેરે વિકારો વડે જે શુભ કે અશુભ જણાય છે તે ભૌમનિમિત્ત છે. દા.ત. પૃથ્વી મોટા અવાજ સાથે કંપે છે ત્યારે સેનાપતિ, મંત્રી, રાજા અને રાષ્ટ્ર પીડાય છે. (7-8) વ્યંજન, લક્ષણ - મસા વગેરે વ્યંજન વડે જે શુભ કે અશુભ જણાય છે તે વ્યંજનનિમિત્ત. લાંછન વગેરે લક્ષણ વડે જે શુભ કે અશુભ જણાય છે તે લક્ષણનિમિત્ત. દા.ત. જે સ્ત્રીને નાભિની નીચે લાંછન કે કંકુના પાણી જેવો મસો હોય તે સારી છે, વગેરે. નિશીથસૂત્રમાં આમ કહ્યું છે - લક્ષણ એટલે માન વગેરે. વ્યંજન એટલે મસા વગેરે. અથવા જે શરીરની સાથે ઉત્પન્ન થાય તે લક્ષણ, પાછળથી ઉત્પન્ન થાય તે વ્યંજન. સામાન્ય મનુષ્યના 32 લક્ષણો હોય છે. બળદેવ-વાસુદેવના 108 લક્ષણો હોય છે. ચક્રવર્તી-તીર્થકરના 1008 લક્ષણો હોય છે. આ સંખ્યા હાથ-પગ વગેરેમાં સ્પષ્ટ જણાતા લક્ષણોની છે, અંદરના સ્વભાવ, સત્ત્વ વગેરે લક્ષણો તો ઘણા હોય છે.