________________ 6 77 કાર ૨૫૭મું નિમિત્તના 8 અંગો વાર ૨૫૭મું - નિમિત્તના 8 અંગો નિમિત્ત -- ત્રણે કાળના અતીન્દ્રિય ભાવોને જાણવામાં કારણભૂત વસ્તુ તે નિમિત્ત. તેના 8 પ્રકાર છે - (1) અંગ - શરીરના અવયવોનું ફરકવું, શરીરના અવયવોનું પ્રમાણ વગેરે વડે ત્રણે કાળના શુભ-અશુભ બીજાને કહેવા તે અંગનિમિત્ત. દા.ત. પુરુષનું જમણું અને સ્ત્રીનું ડાબું અંગ ફરકે તો લાભ થાય. માથુ ફરકે તો પૃથ્વી મળે. લલાટ ફરકે તો સ્થાન (પદ)ની વૃદ્ધિ થાય, વગેરે. (2) સ્વપ્ન - સારા કે ખરાબ સ્વપ્નથી શુભ-અશુભ ફળ કહેવા તે સ્વપ્ન નિમિત્ત. દા.ત. જિનપૂજા, પુત્ર-સ્વજન વગેરેનો ઉત્સવ, ગુરુનું છો, કમળદર્શન, કિલ્લો-હાથી-વાદળ-વૃક્ષ-પર્વત-મહેલ પર ચઢવું, સમુદ્રને તરવો, દારૂ-અમૃત-દૂધ-દહી પીવું, ચંદ્ર-સૂર્યનું ગળવું, મોક્ષમાં રહેવું - સ્વપ્નમાં આ બધુ દેખાય તો શુભ ફળ આપે છે, વગેરે. (3) સ્વર - વગેરે સાત સ્વરો પરથી કે પક્ષીઓના અવાજ પરથી બીજાને ઇષ્ટ-અનિષ્ટ કહેવું તે સ્વરનિમિત્ત. દા.ત. પઙજ સ્વરથી વૃત્તિ (આજીવિકા) મળે છે, કરેલુ નાશ નથી પામતું, ગાયો-મિત્રોપુત્રો મળે છે, સ્ત્રીઓને વ્હાલો થાય છે, વગેરે. અથવા, સ્ત્રીનો ચિલિચિલિશબ્દ પૂર્ણ છે, સૂલિસૂલિશબ્દ ધન્ય છે, ચેરીચેરી શબ્દ દીપ્ત છે, ચિક્ક શબ્દ લાભનું કારણ છે, વગેરે. (4) ઉત્પાત - જેમાં લોહીની વૃષ્ટિ, હાડકાની વૃષ્ટિ વગેરે કહેવાય છે તે ઉત્પાતનિમિત્ત. દા.ત. જયાં મેઘ મજ્જા, લોહી, હાડકા, ધાન્યના અંગારા, ચરબી વરસાવે ત્યાં ચાર પ્રકારનો ભય જાણવો, વગેરે. (5) અંતરીક્ષ - 2 હવેધ, ભૂતઅટ્ટહાસ, ગંધર્વનગર વગેરે અંતરીક્ષનિમિત્ત છે. ગ્રહવેધ-એક ગ્રહનું બીજા ગ્રહની મધ્યમાંથી