________________ 6 76 દ્વાર 25 મું - અનંતપર્ક તમસ્કાય આવેલ છે. તે વલયાકાર છે, મોટા અંધકારરૂપ છે. તે 1,721 યોજન સુધી ભીંત આકારનો છે. ૧,૭ર૧ યોજન ઊંચાઈ પછી તે તીરછો ફેલાતો પહેલા ચાર દેવલોકને ઢાંકીને પાંચમા દેવલોકના ત્રીજા અરિષ્ટ પ્રતરમાં ચારે દિશામાંથી ભેગો થાય છે. તે નીચેથી કોળીયાની પડઘીના આકારનો છે અને ઉપરથી કુકડાના પાંજરાના આકારનો છે. નીચેથી ઉપર સંખ્યાતા યોજન સુધી તેનો વિસ્તાર સંખ્યાતા હજાર યોજન છે અને પરિધિ અસંખ્ય હજાર યોજન છે. તેની ઉપર તેનો વિસ્તાર અને પરિધિ અસંખ્ય હજાર યોજન છે. મોટી ઋદ્ધિવાળો જે દેવ ત્રણ ચપટીમાં સંપૂર્ણ જંબૂદ્વીપને જે ગતિથી ર૧ પ્રદક્ષિણા આપીને આવે તે દેવ તે જ ગતિ વડે તમસ્કાયને ઓળંગે તો 6 માસમાં સંખ્યાત યોજન જ ઓળંગે વધુ નહીં. તમસ્કાય આટલો મોટો હોય છે. તમસ્કાય અંધકારમય હોવાથી તેમાં દેવોનો પ્રકાશ પણ દેખાતો નથી. કોઈ દેવ પરદેવીનું સેવન કરે, બીજાના રત્નનું અપહરણ કરે વગેરે અપરાધ કરે ત્યારે બળવાન દેવના ભયથી ભાગીને તમસ્કાયમાં છુપાઈ જાય છે. તમસ્કાય દેવોને પણ ભય પેદા કરે છે અને તેમને ગમનથી અટકાવે છે. દ્વાર ૨૫૬મું - અનંતષર્ક | (1) બધા સિદ્ધાં. (2) બધા નિગોદના જીવો. (3) બધા વનસ્પતિકાયના જીવો. (4) ત્રણે કાળના બધા સમયો. (5) પુદ્ગલાસ્તિકાયના બધા પરમાણુઓ. (6) અલોકાકાશના બધા આકાશપ્રદેશો. આ છએ અનંત છે. OOO