________________ 670. દ્વાર ૨૫૪મું - ઉત્સધાંગુલ, આત્માગુલ અને પ્રમાણાંગુલનું પ્રમાણ | દ્વાર ૨૫૪મું - ઉત્સધાંગુલ, આત્માગુલ અને પ્રમાણાંગુલનું પ્રમાણ અંગુલ 3 પ્રકારના છે - (1) ઉત્સધાંગુલ (2) આત્માગુલ (3) પ્રમાણાંગુલ. (1) ઉત્સધાંગુલ -અતિસૂક્ષ્મ પુદગલ કે જેના મનુષ્ય તીક્ષ્ણ તલવાર વગેરેથી પણ બે વિભાગ કરી શકતો નથી, ટુકડા કરી શકતો નથી, તેમાં છિદ્ર કરી શકતો નથી, તે પરમાણુ છે. આ વ્યવહારનયના મતે પરમાણુ છે. હકીકતમાં એ અનંત અણુવાળો સ્કંધ છે, પણ અતિસૂક્ષ્મ હોવાથી, આંખથી ન દેખાતો હોવાથી અને છેદન-ભેદનનો અવિષય હોવાથી વ્યવહારનય આને પણ પરમાણુ માને છે. અનંત નૈયિક પરમાણુ = 1 વ્યાવહારિક પરમાણુ. અનંત વ્યાવહારિક પરમાણુ = 1 ઉશ્લષ્ણશ્લણિકા. 8 ઉશ્લષ્ણશ્લર્ણિકા = 1 શ્લફ્યુચ્છણિકા. 8 શ્લક્ષણશ્લેક્ટ્રિકા = 1 ઊર્ધ્વરેણુ. 8 ઊર્ધ્વરેણુ = 1 ત્રસરેણુ. 8 ત્રસરેણુ = 1 રથરેણુ. 8 રથરેણુ = દેવકુરુ-ઉત્તરકુના મનુષ્યોનું 1 વાલોગ્ર. દેવકુરુ-ઉત્તરકુના = હરિવર્ષક્ષેત્ર-રમ્યકક્ષેત્રના મનુષ્યોનું 1 મનુષ્યોનાં 8 વાલાગ્ર વાલાઝ. 1. ઊર્ધ્વરેણુ-જાળીમાંથી આવતી પ્રભાથી દેખાતી રજ તે ઊર્ધ્વરેણુ. અથવા પોતાની મેળે કે બીજાના પ્રયોગથી ઉપર, નીચે કે તિરછી જઈ શકે તેવી રજ તે ઊર્ધ્વરેણુ. 2. ત્રસરેણુ - પૂર્વ વગેરે દિશાના પવનથી ચાલે તેવી રજ તે ત્રસરેણુ. 3. રથરેણ - ભમતા એવા રથના પૈડાથી ઊડતી રજ તે રથરેણુ. તે પૂર્વ વગેરે દિશાના પવનથી ચાલતી નથી.