________________ દ્વાર ૨૫૩મું - લવણસમુદ્રની શિખાનું પ્રમાણ 669 95,OOO યોજન સુધી જલવૃદ્ધિ છે, એટલે કે સમભૂતલની અપેક્ષાએ પાણી વધે છે. જંબૂદીપની વેદિકા અને ધાતકીખંડની વેદિકા પાસે અંગુલ અસંખ્ય પ્રમાણ જલવૃદ્ધિ છે. ત્યાર પછી 1-1 પ્રદેશ જલવૃદ્ધિ વધતી જાય છે. 95,000 યોજન પછી જલવૃદ્ધિ 700 યોજન પ્રમાણ છે. જંબૂદીપની વેદિકાથી અને ધાતકીખંડની વેદિકાથી લવણસમુદ્રમાં 95,000 યોજન જઈએ એટલે સમભૂતલની અપેક્ષાએ 1,000 યોજનની ઊંડાઈ છે અને 700 યોજનની જલવૃદ્ધિ છે. ત્યારપછી લવણસમુદ્રના વચ્ચેના 10,000 યોજનાના વિસ્તારમાં ઊંડાઈ 1,OOO યોજનની છે અને જલવૃદ્ધિ 16,000 યોજનની છે. આ 16,000 યોજન ઊંચી જલવૃદ્ધિને લવણસમુદ્રની શિખા કહેવાય છે. અહોરાત્રમાં પાતાલકલશમાં રહેલ વાયુનો બે વાર ક્ષોભ થાય ત્યારે આ શિખા ઉપર કંઈક ન્યૂન 2 ગાઉ પાણી વધે છે. પાતાલકલશમાં રહેલ વાયુ શાંત થાય ત્યારે આ શિખા ઉપર જે કંઈક ન્યૂન 2 ગાઉ પાણી વધ્યું હતું તે ઘટે છે. આમ લવણસમુદ્રની શિખા 10,000 યોજન પહોળી, 16,000 યોજન ઊંચી અને 1,000 યોજન ઊંડી છે. + નિંદાનો રસ જીવને ઘણો હોય છે. બીજાના જે દોષની નિંદા કરીએ તે દોષ આત્મામાં આવે તેવા કર્મ બંધાય વળી વિશેષ રસના કારણે અનુબંધવાળા કર્મ બંધાય તેથી દોષની પરંપરા ચાલે. + જેમ જેમ લોભ ઓછો થાય છે તેમ તેમ મનુષ્યોને સુખ અને ધર્મની સિદ્ધિ થાય છે.