________________ દ્વાર ૨૫૦મું, ૨૫૧મું, ૨પરમું 667 દ્વાર ૨૫૦મું - જે જીવો મરીને બીજા ભવમાં મનુષ્યપણું પામતા નથી. (1) સાતમી નરકના નારકીઓ. (2) તેઉકાય. (3) વાયુકાય. (4) અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યચ. આ જીવો મરીને બીજા ભવમાં મનુષ્યપણું પામતા નથી. તે સિવાયના બાકીના દેવો, મનુષ્યો, તિર્યંચો, નારકો મરીને મનુષ્યભવમાં ઉત્પન્ન થઈ શકે છે. દ્વાર ૨૫૧મું - 1 પૂર્વાગનું પ્રમાણ 1 પૂર્વાગ = 84 લાખ વર્ષ. દ્વાર ઉપરમું - 1 પૂર્વનું પ્રમાણ 1 પૂર્વ = 84 લાખ પૂર્વાગ = 84 લાખ X 84 લાખ વર્ષ = 7,05,60,00,00,00,000 = 70,560 અબજ વર્ષ