________________ 666 દ્વાર ૨૪૯મું સમ્યકત્વ વગેરે ગુણોના લાભનું ઉત્કૃષ્ટ અંતર દ્વાર ૨૪૯મું - સમ્યકત્વ વગેરે ગુણોના લાભનું ઉત્કૃષ્ટ અંતર જેટલી કર્મસ્થિતિ હોતે છતે સમ્યકત્વ મળે તેમાંથી પલ્યોપમ પૃથક્ત પ્રમાણ સ્થિતિ ખપાવે છતે દેશવિરતિ મળે છે. ત્યાર પછી સંખ્યાતા સાગરોપમ પ્રમાણ સ્થિતિ ખપાવે છતે ચારિત્ર મળે છે. ત્યાર પછી સંખ્યાતા સાગરોપમ પ્રમાણ સ્થિતિ ખપાવે છતે ઉપશમશ્રેણિ માંડે છે. ત્યાર પછી સંખ્યાતા સાગરોપમ પ્રમાણ સ્થિતિ ખપાવે છતે ક્ષપકશ્રેણિ માંડે છે. ત્યાર પછી તે જ ભવમાં મોક્ષ થાય છે. આમ સમ્યક્ત્વથી પડ્યા વિના દેવ અને મનુષ્ય ભવોમાં જન્મ લેતો જીવ અન્ય અન્ય મનુષ્યભવમાં દેશવિરતિ વગેરે પામે છે, અથવા તીવ્ર શુભ પરિણામથી ઘણી કર્મસ્થિતિનો ક્ષય થવાથી એક જ ભવમાં સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અને બેમાંથી એક શ્રેણિ પામે છે. સિદ્ધાંતના મતે એક ભવમાં બેમાંથી એક જ શ્રેણિ થાય છે. + આપણા માથે ગુરુ તો મોટું છત્ર છે. સંસારનો તાપ આપણને અડે નહીં અને અત્યંત શીતળતાનો અનુભવ થાય. આ છત્રની ભાવછાયામાંથી બહાર નીકળશું તો સંસારના વિષય-કષાયના તાપમાં શેકાઈ જઈશું. + ભાવો ભાષાના રથ પર બેસીને યાત્રા કરતા હોય છે.