________________ 665 દ્વાર ૨૪૮મું - શરીરમાં વીર્ય વગેરેનું પ્રમાણ (19) 1 કુડવ પ્રમાણ શ્લેખ છે. (20) કુડવ પ્રમાણ વીર્ય છે. 2 અસતિ = 1 પ્રતિ 2 પ્રસતિ = 1 સેતિકા 4 સેતિકા = 1 કુડવ 4 કુડવ = 1 પ્રસ્થ 4 પ્રસ્થ = 1 આદ્રક 4 આઢક = 1 દ્રોણ ઉપર કહેલા પ્રમાણ કરતા જ્યાં લોહી, વીર્ય વગેરેનું પ્રમાણ ઓછુવધુ હોય ત્યાં વાયુ વગેરેના દૂષણને લીધે તે જાણવું. પુરુષના શરીરમાં સ્રોત (છિદ્ર) - 9 - 2 કાન, 2 આંખ, 2 નાક, મુખ, લિંગ, ગુદા સ્ત્રીના શરીરમાં સ્રોત (છિદ્ર) - 11 - 2 કાન, 2 આંખ, ર નાક, મુખ, 2 સ્તન, યોનિ, ગુદા. તિર્યંચગતિમાં વ્યાધાત વિના ર સ્તનવાળી બકરી વગેરેને 11 સ્રોત હોય, 4 સ્તનવાળી ગાય વગેરેને 13 સ્રોત હોય, 8 સ્તનવાળી ભૂંડણ વગેરેને 17 સ્રોત હોય. વ્યાઘાતમાં 1 સ્તનવાળી બકરી વગેરેને 10 સ્રોત હોય, 3 સ્તનવાળી ગાય વગેરેને 12 સ્રોત હોય. આમ હાડકા વગેરેના સમૂહરૂપ શરીરમાં પવિત્રતા જરાય નથી. + શાસ્ત્રો અને ગુરુભગવંતો શિખરદર્શન જરૂર કરાવી શકશે, પણ શિખરસ્પર્શ માટે તો આપણે જ કમર કસવી પડશે.