________________ 664 દ્વાર ૨૪૮મું - શરીરમાં વીર્ય વગેરેનું પ્રમાણ 160 નસો પગના તળીયામાં જાય છે. તેમના બળે જંઘાબળ મળે છે. તેમના ઉપઘાતથી મસ્તકની વેદના, અંધપણું વગેરે થાય છે. 160 નસો ગુદામાં જાય છે. તેમના બળે વાયુ, મૂત્ર, વિષ્ટા પ્રવર્તે છે. તેમના ઉપઘાતથી મસા, પાંડુરોગ, વેગનિરોધ વગેરે થાય છે. 160 નસો તિરછી જાય છે. તે બાહુબળ કરનારી છે. તેમના ઉપઘાતથી કુક્ષિ-પેટ વગેરેની પીડા થાય છે. 25 નસો શ્લેષ્મ (કફ) ને ધારણ કરે છે. 25 નસો પિત્તને ધારણ કરે છે. 10 નસો વીર્યને ધારણ કરે છે. કુલ 7OO નસો સ્ત્રીના શરીરમાં 670 નસો છે. નપુંસકના શરીરમાં 680 નસો છે. (12) 900 સ્નાયુ (હાડકાને બાંધનારી નસો) છે. (13) 9 ધમની (રસ વહન કરતી નાડીઓ) છે. (14) શરીરમાં સાડા ત્રણ કરોડ રોમકૂપ છે. તેમાં 99 લાખ રોમકૂપ દાઢી-મૂછ સિવાયના છે. બાકીના રોમકૂપ દાઢી-મૂછના છે. (15) 1 આઢક પ્રમાણ મૂત્ર છે. (16) 1 આઢક પ્રમાણ લોહી છે. (17) 6 પ્રસ્થ પ્રમાણ મળ છે. (18) 1 કુડવ પ્રમાણ પિત્ત છે.