________________ દ્વાર ૨૪૮મું - શરીરમાં વીર્ય વગેરેનું પ્રમાણ 66 3 દ્વાર ૨૪૮મું - શરીરમાં વીર્ય વગેરેનું પ્રમાણ પિતાના વીર્ય અને માતાના લોહીનો સમુદાય તે ઓજ. તેમાંથી શરીર ઉત્પન્ન થાય છે. તે શરીરનું સ્વરૂપ આ પ્રમાણે છે - (1) શરીરમાં કરોડરજજુ (પૃષ્ઠકરંડક)માં 18 સાંધા છે. તેમાંથી 12 સાંધામાંથી 12 પાંસળીઓ નીકળીને બન્ને પડખાને વીંટીને છાતીની વચ્ચે રહેલા ઊભા હાડકામાં જોડાય છે. તે પ્યાલા જેવી દેખાય છે. બાકીના છ સાંધામાંથી છે પાંસળીઓ નીકળીને બન્ને પડખાને વીંટીને હૃદયની બન્ને બાજુ છાતીની પાંસળીઓની નીચે અને કુક્ષિની ઉપર પરસ્પર ભેગી થયા વિના રહેલી છે. તે કડાઈ જેવી દેખાય છે. (2) 7 અંગુલ લાંબી અને 4 પલ વજનની જીભ છે. (3) 2 પલ વજનના આંખના બે ગોળા છે. (4) હાડકાના ખંડરૂપ ચાર કપાલો વડે મસ્તક બનેલું છે. (5) હૃદયની અંદરનું માંસ સાડા ત્રણ પલનું છે. (6) મુખમાં 32 દાંત છે. (7) છાતીની અંદર રહેલ ગૂઢ માંસરૂપ કાળજુ 25 પલનું છે. (8) પ-૫ વામ પ્રમાણ બે આંતરડા છે. (9) 160 સાંધા છે. (10) 107 મર્મસ્થાનો છે. (11) પુરુષના શરીરમાં નાભિમાંથી નીકળતી 700 નસો છે. તેમાં 160 નસો માથામાં જાય છે. તે રસ લઈ જાય છે. તેમને રહરણી કહેવાય છે. તેમના સારા-નરસાપણાથી કાન, આંખ, નાક, જીભનું સારા-નરસાપણું થાય છે.