________________ 66 2 દ્વાર ૨૪૫મું, ૨૪૯મું, ૨૪૭મું દ્વાર ૨૪૫મું - ગર્ભમાં પુત્રોની સંખ્યા પુરુષે ભોગવેલ એક સ્ત્રીના ગર્ભમાં જઘન્યથી 1, 2 કે 3 અને ઉત્કૃષ્ટથી 9 લાખ જીવો ઉત્પન્ન થાય છે. તેમાંથી 1, 2, કે 3 પરિપૂર્ણતાને પામે છે. બાકીના બધા થોડો સમય જીવીને મરણ પામે છે. દ્વાર ૨૪૬મું - એક પુત્રના પિતાની સંખ્યા કોઈક દઢ સંઘયણવાળી અને કામાતુર સ્ત્રી જ્યારે 12 મુહૂર્તમાં ઉત્કૃષ્ટથી 9OO પુરુષો વડે ભોગવાય ત્યારે તેના બીજમાં ઉત્પન્ન થયેલ પુત્ર 900 પિતાનો પુત્ર છે. દ્વાર ર૪૭મું - સ્ત્રીને ગર્ભ ન રહેવાનો કાળ, પુરુષને અબીજ થવાનો કાળ 100 વર્ષના આયુષ્યવાળી સ્ત્રીને પપ વર્ષ પછી યોનિ પ્લાન થવાથી ગર્ભ રહેતો નથી. 100 વર્ષના આયુષ્યવાળો પુરુષ 75 વર્ષ પછી ગર્ભાધાનને યોગ્ય એવા વીર્ય વિનાનો થાય છે. 100 વર્ષથી વધુ યાવત્ પૂર્વકોડવર્ષના આયુષ્યવાળી સ્ત્રીને અડધું આયુષ્ય પૂર્ણ થયા પછી ગર્ભ રહેતો નથી. 100 વર્ષથી વધુ યાવત્ પૂર્વકોડવર્ષના આયુષ્યવાળો પુરુષ પોતાના આયુષ્યનો છેલ્લો વીસમો ભાગ બાકી રહે ત્યારથી ગર્ભાધાનને યોગ્ય એવા વીર્ય વિનાનો થાય છે.