________________ 66 1 દ્વાર ૨૪૩મું, ૨૪૪મું દ્વાર ૨૪૩મું - ગર્ભમાં રહેલ જીવનો આહાર જેમ તપેલા તેલથી ભરેલી કડાઈમાં નંખાયેલ પૂડલા કે પૂરી પહેલા સમયે જ બધું તેલ ગ્રહણ કરે છે તેમ જીવો ગર્ભોત્પત્તિના પહેલા સમયે ઓજઆહાર (મિશ્ર થયેલું પિતાનું વીર્ય અને માતાનું લોહી ઓજ કહેવાય) કરે છે. ત્યાર પછી અપર્યાપ્ત (શરીરપર્યાપ્તિથી અપર્યાપ્ત, મતાંતરે સર્વ પ્રર્યાપ્તિથી અપર્યાપ્ત) અવસ્થામાં બધા જીવો આહાર જ કરે છે. પર્યાપ્ત (શરીરપર્યાપ્તિથી પર્યાપ્ત, મતાંતરે સર્વ પ્રપ્તિથી પર્યાપ્ત) અવસ્થામાં જીવો લોમાહાર કરે છે, પ્રક્ષેપાહાર કરે કે ન પણ કરે. જીવોના ત્રણ પ્રકારના આહાર સંબંધી વિશેષ વિગત ૨૦૫માં દ્વારમાં જણાવી છે. દ્વાર ૨૪૪મું - પુરુષના ભોગ પછી | સ્ત્રીને કેટલા સમય સુધી ગર્ભ રહે? માસને અંતે ત્રણ દિવસ સુધી સ્ત્રીને સતત લોહી ઝરે છે. તે ઋતુ કહેવાય છે. ત્રણ દિવસ પછી શુદ્ધિ માટે સ્નાન કરેલ સ્ત્રીને પુરુષના ભોગ વડે 12 મુહૂર્તમાં ગર્ભ રહે છે, ત્યાર પછી ગર્ભનો સંભવ નથી.