________________ 66) દ્વાર ૨૪૦મું, ૨૪૧મું, ૨૪૨મું (18) વિનીત - ગુરુજનનું ગૌરવ કરનારો. (19) કૃતજ્ઞ - બીજાએ કરેલા આભવસંબંધી કે પરભવસંબંધી થોડા પણ ઉપકારને જાણનારો. (20) પરહિતાર્થકારી - બીજાના હિતકારી કાર્યોને કરનારો. (21) લબ્ધલક્ષ - પૂર્વભવમાં અભ્યાસ કરેલ હોય તેમ જલ્દીથી બધુ ધર્મકાર્ય સમજી જનારો. દ્વાર ૨૪૦મું - તિર્યચસ્ત્રીની ઉત્કૃષ્ટ ગર્ભસ્થિતિ તિર્યંચ સ્ત્રીની ઉત્કૃષ્ટ ગર્ભસ્થિતિ 8 વર્ષની છે. ત્યાર પછી ગર્ભ નાશ પામે કે જન્મ પામે. દ્વાર ૨૪૧મું - મનુષ્યસ્ત્રીની ઉત્કૃષ્ટ ગર્ભસ્થિતિ મનુષ્ય સ્ત્રીની ઉત્કૃષ્ટ ગર્ભસ્થિતિ 12 વર્ષની છે. દ્વાર ૨૪૨મું - મનુષ્યસ્ત્રીના ગર્ભમાં રહેલ જીવની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ મનુષ્યસ્ત્રીના ગર્ભમાં રહેલ જીવની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ 24 વર્ષ છે. તે આ પ્રમાણે - કોઈ જીવ ગર્ભમાં 12 વર્ષ જીવીને અંતે મરીને ગર્ભમાં રહેલા કલેવરમાં ઉત્પન્ન થઈને 12 વર્ષ સુધી જીવે. આમ 24 વર્ષ સુધી તે ગર્ભમાં રહે.