________________ દ્વાર ર૩૯મું - 21 શ્રાવકગુણ 659 દ્વાર ૨૩૯મું - 21 શ્રાવકગુણ દેશવિરતિને યોગ્ય શ્રાવકના 21 ગુણો - (1) અક્ષુદ્ર - ગંભીર. (2) રૂપવાન - અંગોપાંગ સંપૂર્ણ હોવાથી સુંદર આકારવાળો. (3) પ્રકૃતિથી સૌમ્ય - સ્વભાવથી વિશ્વાસ બેસે તેવી આકૃતિવાળો. (4) લોકપ્રિય - આલોક-પરલોક વિરુદ્ધનો ત્યાગ કરવા વડે અને દાન, શીલ વગેરે ગુણો વડે બધા લોકોને પ્રિય હોય. (5) અકુર - ફલેશવાળા અધ્યવસાય વિનાનો. (6) ભીરુ - આલોક-પરલોકના અપાયોથી ત્રાસ પામનારો. (7) અશઠ - માયા વિના અનુષ્ઠાન કરનારો. (8) સદાક્ષિણ્ય - પોતાનું કાર્ય છોડીને બીજાનું કાર્ય કરવામાં રસિક. (9) લજ્જાવાન - અકૃત્ય સેવનથી લજ્જા પામનારો. (10) દયાળુ - દુઃખી જીવોની રક્ષા કરવા ઇચ્છતો. (11) મધ્યસ્થ - રાગ-દ્વેષ રહિત. (12) સૌમ્યદૃષ્ટિ - કોઈને પણ ઉગ નહીં કરાવનારો. (13) ગુણરાગી - ગુણોના રાગવાળો. (14) સત્કથાસપક્ષયુક્ત - સારી કથા કરવાની રુચિવાળા મિત્રોવાળો. (15) સુદીર્ઘદર્શી - લાંબુ વિચારીને પરિણામે સુંદર કાર્ય કરનારો. (16) વિશેષજ્ઞ - સારી અને ખરાબ વસ્તુના વિભાગને જાણનારો. (17) વૃદ્ધાનુગ - ગુણપ્રાપ્તિના ઉદ્દેશથી પરિણતબુદ્ધિવાળા વૃદ્ધોની સેવા કરનારો.