________________ દ્વાર ૨૩૮મું - 27 સાધુગુણ 658 (22) અકુશળ કાયાનો નિરોધ. (23) જ્ઞાનસંપન્નતા. (24) દર્શનસંપન્નતા. (25) ચારિત્રસંપન્નતા. (26) વેદના સહન કરવી. (27) મરણાંત ઉપસર્ગ સહન કરવા. + સામે રહેલ ઝાડ પર કુહાડાના કોઈ ઘાત કરે છે. તેની આપણને કંઈ અસર થતી નથી. કેમકે ઝાડ આપણાથી પર છે તેવો નિશ્ચિત વિવેક આપણામાં છે. મહાત્માઓને શરીર પોતાનાથી પર છે, એવી માત્ર કલ્પના નહીં, પણ નિશ્ચિત વિવેક છે. તેથી ઝાડ પરના ઘાથી જેમ આપણને કંઈ પણ થતું નથી, તેમ મહાત્માઓને શરીર પરના પ્રહારોથી કંઈ પણ થતું નથી. + લોકો તારા ગુણોની સ્તુતિ વગેરે કરે તેનાથી આનંદ પામીશ તો તારા ગુણોની રિક્તતા થશે. ગુણો ઓછા થશે. બીજા તારા દોષોની નિંદા કરે તેથી સંતાપ અનુભવીશ તો દોષો તારામાં સ્થિર થશે. બીજા તારા સુકૃતોની સ્તવના કરે, બીજા તારા સુકૃતોનું શ્રવણ કરે, બીજા તારા સુકૃતોનું નિરીક્ષણ કરે, તેથી તને કંઈ લાભ નથી, ઉપરથી નુકસાન છે. જમીનમાંથી મૂળ બહાર નીકળે તો ઝાડો ફળ આપતા નથી, પણ પડી જાય છે. + અહંકાર ભેગા થવા નથી દેતો. ક્રોધ ભેગા રહેવા નથી દેતો.