________________ 657 દ્વાર ૨૩૮મું - 27 સાધુગુણ (21) શુદ્ધ ભાવથી ઉપયોગપૂર્વક પડિલેહણ વગેરે ક્રિયા કરવી. (22) સંયમના યોગોમાં તત્પરતા. (23) અકુશળ મનનો નિરોધ, કુશળ મનનું પ્રવર્તન. (24) અકુશળ વચનનો નિરોધ, કુશળ વચનનું પ્રવર્તન. (25) અકુશળ કાયાનો નિરોધ, કુશળ કાયાનું પ્રવર્તન (26) ઠંડી, પવન, ગરમી વગેરેની પીડા સહન કરવી. (27) મરણાંત ઉપસર્ગોને સહન કરવા. મતાંતરે સાધુના 27 ગુણો - (1-5) પાંચ મહાવ્રત. (6-10) પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ. (11) ક્રોધનો ત્યાગ. (12) માનનો ત્યાગ. (13) માયાનો ત્યાગ. (14) લોભનો ત્યાગ. (15) ભાવસત્ય-મનની વિશુદ્ધિ. (16) કરણસત્ય-વિધિપૂર્વક પડિલેહણ વગેરે ક્રિયા કરવી. (17) યોગસત્ય-મન-વચન-કાયાની સાચી પ્રવૃત્તિ. (18) ક્ષમા-દ્વેષનો અભાવ, અથવા ક્રોધ-માનનો ઉદય ન થવા દેવો. (19) વિરાગતા-રાગનો અભાવ, અથવા માયા-લોભનો ઉદય ન થવા દેવો. (20) અકુશળ મનનો નિરોધ. (21) અકુશળ વચનનો નિરોધ.