________________ 656 દ્વાર ૨૩૮મું - 27 સાધુગુણ દ્વાર ૨૩૮મું - 27 સાધુગુણ | (1) પ્રાણાતિપાતવિરમણ મહાવ્રત. (2) મૃષાવાદવિરમણ મહાવ્રત. (3) અદત્તાદાનવિરમણ મહાવ્રત. (4) મૈથુનવિરમણ મહાવ્રત. (5) પરિગ્રહવિરમણ મહાવ્રત. (6) રાત્રિભોજન વિરમણ વ્રત. (7) પૃથ્વીકાયની રક્ષા. (8) અપકાયની રક્ષા. (9) તેઉકાયની રક્ષા. (10) વાયુકાયની રક્ષા. (11) વનસ્પતિકાયની રક્ષા. (12) ત્રસકાયની રક્ષા. (13) સ્પર્શનેન્દ્રિય નિગ્રહ-સારા-ખરાબ સ્પર્શમાં રાગ-દ્વેષ ન કરવા. (14) રસનેન્દ્રિય નિગ્રહ-સારા-ખરાબ રસમાં રાગ-દ્વેષ ન કરવા. (15) ઘ્રાણેન્દ્રિય નિગ્રહ-સારા-ખરાબ ગંધમાં રાગ-દ્વેષ ન કરવા. (16) ચક્ષુરિન્દ્રિય નિગ્રહ-સારા-ખરાબ રૂપમાં રાગ-દ્વેષ ન કરવા. (17) શ્રોત્રેન્દ્રિય નિગ્રહ-સારા-ખરાબ શબ્દમાં રાગ-દ્વેષ ન કરવા. (18) લોભનો નિગ્રહ - વિરાગતા. (19) ક્રોધનો નિગ્રહ - ક્ષમા. (20) ભાવવિશુદ્ધિ - મનની વિશુદ્ધિ.