________________ ૪૦ર દ્વાર ૧૩૮મું - 10 આશ્ચર્યો તેમનું આયુષ્ય અને શરીર ઘટાડ્યા. તેમને દારૂ-માંસના રવાડે ચડાવ્યા. તે હરિરાજાનો વંશ તે હરિવંશ. તેની ઉત્પત્તિ થઈ તે આશ્ચર્ય છે, કેમકે આવું કયારેય થતું નથી. (8) ચમરનો ઉત્પાત - પૂરણ શેઠ તાપસ બની તપ તપી ચમરેન્દ્ર થયો. તે અવધિજ્ઞાનથી પોતાની ઉપર સૌધર્મેન્દ્રને જોઈ ગુસ્સે થયો. વીરપ્રભુનું શરણ લઈ સૌધર્મેન્દ્રની સાથે યુદ્ધ કરવા તે દેવલોકમાં ગયો. સૌધર્મેન્દ્ર તેની ઉપર વજ છોડ્યું. ચમરેન્દ્ર ભાગીને વીરપ્રભુના બે પગની વચ્ચે ભરાઈ ગયો. સૌધર્મેન્દ્ર વજ પ્રભુના પગથી 4 અંગુલ દૂર હતું ત્યારે લઈ લીધું. બન્ને પ્રભુની સ્તુતિ કરી પોતપોતાના સ્થાનમાં ગયા. અમરેન્દ્ર સૌધર્મદેવલોકમાં ગયો તે આશ્ચર્ય, કેમકે આવું ક્યારેય થતું નથી. (9) 108 સિદ્ધ - ઋષભદેવપ્રભુના નિર્વાણ વખતે એકસમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા 108 સિદ્ધ થયા તે આશ્ચર્ય, કેમકે આવું ક્યારેય થતું નથી. એકસમયે મધ્યમ અવગાહનાવાળા 108 સિદ્ધ થાય છે, પણ એકસમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા 108 સિદ્ધ થતા નથી. (10) અસંતપૂજા - સુવિધિનાથ ભગવાનના નિર્વાણ પછી થોડા સમય પછી સાધુઓનો વિચ્છેદ થયો. તેથી લોકો સ્થવિશ્રાવકોને ધર્મ પૂછવા લાગ્યા. તેઓ તેમને ધર્મ કહેવા લાગ્યા. લોકો તેમની ધન, વસ્ત્ર વગેરેથી પૂજા કરવા લાગ્યા. આવું શીતલનાથ ભગવાનના તીર્થ સુધી ચાલ્યું. તે આશ્ચર્ય છે, કેમકે સંયતની જ પૂજા થાય, અસંયતની પૂજા ન થાય. આ 10 આશ્ચર્યો અનંતકાળે આ અવસર્પિણીમાં થયા. બીજા પણ આવા અનંતકાળે થનારા ભાવો તે આશ્ચર્યરૂપ જાણવા.