________________ દ્વાર ૧૩૮મું - 10 આશ્ચર્યો 401 તીર્થકરની પહેલી દેશનામાં અવશ્ય વિરતિનો સ્વીકાર થાય છે. (5) કૃષ્ણનું અપરકંકાનગરીમાં ગમન - એકવાર નારદજી દ્રૌપદીના મહેલમાં આવ્યા. દ્રૌપદીએ નારદજી અવિરત હોવાથી તેમનો સત્કાર ન કર્યો. તેથી નારદજીએ દ્રૌપદીને સંકટમાં પાડવા ધાતકીખંડના ભરતક્ષેત્રની અમરકંકા નગરીમાં પદ્મનાભ રાજા પાસે જઈને દ્રૌપદીના રૂપનું વર્ણન કર્યું, રાજાએ દેવને દ્રૌપદીને લાવવા કહ્યું. દેવ દ્રૌપદીને લઈ આવ્યો. પાંડવોએ કૃષ્ણને વાત કરી. તેઓ પાંડવો સાથે અપરકંકા ગયા. રાજા સાથે યુદ્ધ કરીને દ્રૌપદીને પાછી મેળવી. પાછા વળતા ત્યાંના કપિલ વાસુદેવે શંખ વગાડ્યો. સામે કૃષ્ણ પણ શંખ વગાડ્યો. કૃષ્ણ અપરકંકામાં ગયા તે આશ્ચર્ય છે, કેમકે વાસુદેવ અન્ય દ્વીપમાં ન જાય. (6) ચંદ્રસૂર્યનું અવતરણ - શ્રી મહાવીર પ્રભુ કૌશાંબીમાં સમવસર્યા હતા ત્યારે ચંદ્ર-સૂર્ય પોતાના મૂળ વિમાન સાથે વંદન કરવા આવ્યા હતા. તે આશ્ચર્ય છે, કેમકે ચંદ્ર-સૂત્ર પોતાના ઉત્તરવૈક્રિયવિમાન સાથ આવે, મૂળવિમાન સાથે નહીં. (7) હરિવંશકુલની ઉત્પત્તિ - સુમુખ રાજાએ વીરક નામના શાળવીની વનમાલા નામની પત્નીને પોતાના અંતઃપુરમાં નાંખી. વીરક ગાંડો થઈને ભમવા લાગ્યો. રાજા અને વનમાલાને તેને જોઈને પસ્તાવો થયો. તે જ વખતે વીજળી પડી. તે બન્ને મરીને હરિવર્ષક્ષેત્રમાં હરિ-હરિણી નામના યુગલિક થયા. રાજા-વનમાલાને મરેલા જાણી વીરક ખુશ થયો. તેણે ગાંડપણ છોડી અજ્ઞાન તપ કર્યું. તેથી પહેલા દેવલોકમાં તે કિલ્બિષિયો દેવ થયો. અવધિજ્ઞાનથી તેણે તે યુગલિકને જોયા. “યુગલિકકાળમાં સુખ અનુભવી તેઓ દેવલોકમાં પણ સુખ અનુભવશે.” આમ વિચારી તેમને દુઃખી કરવા તે દેવ તે બન્નેને ત્યાંથી ચંપાપુરીમાં લાવ્યો. તેમને રાજા-રાણી બનાવ્યા.