________________ 4OO વાર ૧૩૮મું - 10 આશ્ચર્યો દ્વાર ૧૩૮મું - 10 આશ્ચર્યો | (1) ઉપસર્ગ - તીર્થકરોના પુણ્યથી 1 યોજનના ક્ષેત્રમાં વૈર, મારી, લશ્કરનો ભય, દુકાળ વગેરે ઉપદ્રવો શાંત થઈ જાય છે. છતાં મહાવીરસ્વામી પ્રભુને છઘWકાળમાં અને કેવલીકાળમાં મનુષ્યો, દેવો અને તિર્યંચોના ઉપસર્ગો આવ્યા. તે આશ્ચર્ય છે, કેમકે તીર્થકરો સત્કારનું સ્થાન છે, ઉપસર્ગનું નહીં. (2) ગર્ભહરણ - મહાવીરસ્વામી પ્રભુના જીવે મરીચિના ભાવમાં બાંધેલા નીચગોત્ર કર્મના ઉદયથી છેલ્લા ભવમાં તેમનો જીવ અષાઢ સુદ ૬ની રાત્રીએ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં આવ્યો. સૌધર્મેન્દ્ર 82 દિવસ પછી અવધિજ્ઞાનથી જાણીને હરિસેગમેપીદેવ પાસે આસો વદ ૧૩ની રાત્રીએ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી પ્રભુના જીવનું ત્રિશલાદેવીની કુક્ષિમાં સંહરણ કરાવ્યું. તે આશ્ચર્ય છે, કેમકે તીર્થંકરના જીવનું ક્યારેય ગર્ભસંહરણ થતું નથી. (3) સ્ત્રીતીર્થ - મહાવિદેહક્ષેત્રમાં મહાબલ રાજાએ 6 મિત્રો સાથે દીક્ષા લીધી. તેમણે બધાએ એક જ તપ કરવાની પ્રતિજ્ઞા લીધી. મહાબલમુનિએ વિશિષ્ટ તપ કરવા માટે માયાથી માથું દુ:ખવું, પેટ દુ:ખવું વગેરે બહાના કાઢીને વિશિષ્ટ તપ કર્યો. તેથી સ્ત્રીવેદકર્મ બાંધ્યું. વીસસ્થાનકની આરાધના કરીને તેમણે તીર્થંકરનામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળ કરી દેવ થઈને તેઓ કુંભરાજાની મલ્લિ નામે દીકરીરૂપે થયા. તેણે ચારિત્ર લઈ કેવળજ્ઞાન પામી તીર્થ સ્થાપ્યું. તે આશ્ચર્ય છે, કેમકે તીર્થ હંમેશા પુરુષો જ સ્થાપે છે, સ્ત્રીઓ નહીં. (4) ચારિત્રધર્મને અયોગ્ય પર્ષદા - શ્રીમહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયા પછી પહેલા સમવસરણમાં પ્રભુએ મર્યાદાનું પાલન કરવા દેશના આપી, પણ તેમાં કોઈએ વિરતિ ન સ્વીકારી. તે આશ્ચર્ય છે, કેમકે