________________ દ્વાર ૧૩૬મું, ૧૩૭મું 399 દ્વાર ૧૩૬મું -ઉષ્ણ અને અચિત્ત પાણીને સચિત્ત થવાનો કાળ ત્રણ ઉકાળાવાળું ઉષ્ણ અને અચિત્ત પાણી ઉનાળામાં પાંચ પ્રહર પછી સચિત્ત થાય. શિયાળામાં ચાર પ્રહર પછી સચિત્ત થાય. ચોમાસામાં ત્રણ પ્રહર પછી સચિત્ત થાય. જો આટલા કાળ પછી પણ પાણી રાખવું હોય તો તે કાળ પૂરો થાય તે પહેલા તેમાં ક્ષાર નાંખવો, જેથી ફરી સચિત્ત ન થાય. કોઈપણ કાળમાં પાણી વહોર્યા પછી સાધુઓએ ત્રણ પ્રહરમાં તે વાપરી લેવું, કેમકે ત્યાર પછી તે કાલાતિક્રાંત થઈ જાય છે. ગ્લાન, વૃદ્ધ વગેરે માટે ત્રણ પ્રહરથી વધુ રાખી શકાય. દ્વાર ૧૩૭મું - તિર્યંચો, મનુષ્યો અને દેવોમાં પુરુષોની અપેક્ષાએ સ્ત્રીઓ કેટલી? પુરુષતિર્યંચો કરતા સ્ત્રીતિર્યંચો 3 ગુણ + 3 વધુ છે. પુરુષમનુષ્યો કરતા સ્ત્રીમનુષ્યો 27 ગુણ + 27 વધુ છે. દેવો કરતા દેવીઓ 32 ગુણ + 32 વધુ છે. + જેનું મન સદા ધર્મમાં રમે છે તેને દેવો પણ નમસ્કાર કરે છે.